ટ્રેકટર નીચે આવી જતાં બે સગાં ભાઈ-બહેનનાં મોત

અમદાવાદ: કડી-નંદાસણ રોડ પર આવેલી એક જિનિંગ મિલના કમ્પાઉન્ડમાં ટ્રેક્ટર નીચે ચગદાઈ જતાં બે સગા ભાઈ-બહેનના મોત થતાં આ ઘટનાએ અરેરાટી ફેલાવી છે.

કડી-નંદાસણ રોડ પર આવેલી જિનિંગ મિલના કમ્પાઉન્ડમાં પરપ્રાંતીય મજૂરો રહે છે. જમનાભાઈ નામના એક શ્રમજીવીની ૧૦ વર્ષની પુત્રી સુનિતા અને પાંચ વર્ષનો પુત્ર રોહિત બંને આજે સવારે કમ્પાઉન્ડમાં રમતા હતા ત્યારે ટ્રેક્ટરચાલકે ટ્રેક્ટર રિવર્સ હંકારતા આ બંને માસૂમ બાળકો ટ્રેક્ટરના વ્હીલ નીચે આવી જતાં બંનેના ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળે મોત થયા હતા.

આ ઘટનાના પગલે મિલ કમ્પાઉન્ડમાં શ્રમજીવીઓના ટોળેટોળા ભેગા થયા હતા. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઈ બંને લાશને પીએમ માટે મોકલી આપી આ અંગે ટ્રેકટરચાલક વિરુદ્ધ ગુનો હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like