ટ્રેક્ટર્સના ઓટો પાર્ટ્સ પર ૧૮ ટકા જીએસટીની માગ

અમદાવાદ: ટ્રેક્ટર્સના ઓટો પાર્ટ્સ પર ૨૮ ટકા જીએસટી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી ટ્રેક્ટર્સ મેન્યુફેક્ચરર્સ અને ડીલર્સ ઊંચા ટેક્સ ભારણના પગલે ચિંતામાં મુકાઇ ગયા છે. ટ્રેક્ટર્સ મેન્યુફેક્ચરર્સ એસોસીએશન ટ્રેક્ટર્સ ઓટોપાર્ટ્સ પરના જીએસટી દરને અન્ય મશીનરી ઇન્ડસ્ટ્રીઝની સમકક્ષ રાખવાની એટલે કે ૧૮ ટકા રાખવાની માગ કરી રહ્યું છે.
ટ્રેક્ટર્સ મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના જણાવ્યા પ્રમાણે ટ્રેક્ટર્સના પાર્ટ્સ ઉપર ૨૮ ટકા જીએસટી લાદ્યો છે, જ્યારે અન્ય મશીનરી પાર્ટ્સ ઉપર ૧૮ ટકા જીએસટી લાદ્યો છે, જેના પગલે ઊંચા ટેક્સનું ભારણ એગ્રિકલ્ચર સેક્ટર ઉપર થશે.
http://sambhaavnews.com/

You might also like