મજૂરો ભરેલું ટ્રેકટર કેનાલમાં ખાબકતાં બે મહિલાનાં મોત

બારડોલી નજીક મજૂરોને લઇને જઇ રહેલું ટ્રેકટર બાજુમાં આવેલી કેનાલમાં ખાબકતાં થયેલા અકસ્માતમાં બે મહિલાના મોત થયાં હતાં.બારડોલી તાલુકાના શેજવાડ ગામની સીમમાં શેરડી કાપવાની મજૂરી કરી ટ્રેકટરમાં બેસી મજૂરો અલુગામ તરફ જઇ રહ્યા હતા ત્યારે ટ્રેકટરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રેકટર બાજુમાંથી પસાર થતી ઊંડી કેનાલમાં ખાબકયું હતું.

આ અકસ્માતમાં બે મહિલાના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે આઠ મજૂરોને ઇજા પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.

You might also like