તમને Trekkingનો છે શોખ? તો એક વાર અવશ્ય મુન્સયારી જઇ આવો

દહેરાદૂનઃ ઉત્તરાખંડમાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં તમને ફરવા માટે ઉત્સુક કરી દેશે. તેમજ તે જગ્યાઓનાં માત્ર ફોટાં જોઇને જ તમને ત્યાં જવાનું મન થઇ જશે. એવી જ સુંદર જગ્યાઓમાંની એક સુંદર જગ્યા છે મુન્સયારી.

મુન્સયારી સ્થળ એ એક પર્વતિય સ્થળ છે. આ સ્થળ ઉત્તરાખંડમાં આવેલ જિલ્લો પિથોડાગઢનું જ સીમાંત ક્ષેત્ર છે કે જે એક તરફ તિબ્બત સીમા અને બીજી બાજુ નેપાળી સીમા સાથે જોડાયેલ છે. મુનસ્યારી ચારે તરફથી પર્વતોથી ઘેરાયેલ છે.

મુનસ્યારી એક એવું સ્થળ છે કે જ્યાંનું વાતાવરણ વર્ષ દરમ્યાન હર્યુભર્યું રહે છે પરંતુ એપ્રિલથી મેં અને સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી ભ્રમણ યોગ્ય છે. મુનસ્યારીમાં વર્ષની ચારે ઋતુઓનો આનંદ લઇ શકાય છે. વસંત ઋતુમાં અહીંની છટા જોવાલાયક હોય છે.

જૂન અને જૂલાઇમાં અહીં વધારે વરસાદ પણ હોય છે કે જેનાં લીધે ક્યારેક-ક્યારેક રસ્તાઓ પણ બ્લોક થઇ જતાં હોય છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી બરફવર્ષાનો અહીં ભારે માત્રામાં મજા લઇ શકો છો.

જો આપને ટ્રેકિંગ પસંદ છે તો અહીં રેન્જનાં ઇન્ટીરિયરમાં આપનો આ શોખ પણ પૂર્ણ થશે. મુનસ્યારી બાઇકિંગ ક્લબ્સને માટે પણ પોપ્યુલર છે. અહીં જવા માટેનો બેસ્ટ સમય જુલાઇથી નવેમ્બર સુધીનો છે. ઋતુ ગરમીની હોય અથવા તો શરદીની હોય, સહેલાણીઓ અહીં આવીને ખુદને વધારે હેલ્ધી સમજે છે.

You might also like