ટ્રેકિંગ ડિવાઈસ તમારી ઊંઘ બગાડે છે

જે વ્યક્તિઓ રાત્રે ફિટનેસ બેન્ડ પહેરીને સૂતા હોય છે તેઓ ગાઢ ઊંઘ લઈ શકતા નથી. અમેરિકાની યુનિવર્સિટીના સાઈકોલોજિસ્ટ કેરીબેરને કરેલો અભ્યાસ કહે છે કે ફિટબીટ, એપલ વોચ વગેરે પ્રકારના સ્લીપ એક્ટિવિટી ટ્રેકિંગ ડિવાઈસ સરવાળે અાપણી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. અાપણે દરરોજ કેટલી કેલેરી બાળીએ છે અને કેટલી ફિઝિકલ એક્ટિવીટી કરીએ છીએ. તેનું ધ્યાન રાખતા અા ડિવાઈસ હળવી અને ગાઢ િનંદ્રા વચ્ચેનો તફાવત પારખી શકતા નથી. અાપણે પથારીમાં પડ્યા પડ્યા પુસ્તક વાંચતા હોઈએ ત્યારે અા ડિવાઈસ ઊંઘ ગણી લે છે. ફિટનેસ ટ્રેકરનો ભરોસો કર્યા વગર શાંતિથી સુઈ જવું શ્રેષ્ઠ વિકલ્પ છે.
http://sambhaavnews.com/

You might also like