ભારતમાં લોન્ચ થઇ Toyota Yaris, જાણો કિંમત અને ફિચર્સ

ટોયોટાએ ભારતમાં પોતાની સિડેન કાર યારિસને આખરે લોન્ચ કરી દીધી છે. આવો જાણીએ કાર સાથે જોડાયેલી કેટલીક ડીટેલ્સ

યારિસના પેટ્રોલ વેરિયન્ટની કિંમત 8.75 લાખ રૂપિયાથી લઇને 12.82 લાખ રૂપિયા છે. જ્યારે પેટ્રોલ ઓટોમેટિક વેરિયન્ટની કિંમત 9.95 લાખ રૂપિયાથી 14.07 લાખ રૂપિયા દર્શાવવામાં આવી રહી છે.

ટોયોટા યારિસ સિડેનને નજીકની ડીલરશિપના ત્યાં જઈને બૂક કરાવી શકો છો. આ કાર ટોયોટા કોરોલાનો નાનો અવતાર માનવામાં આવી રહી છે.

આ કારને બુક કરાવવા માટે 50,000ની ટોકન અમાઉન્ટ રાખવામાં આવી છે. આ કારને ઓટો એક્સપોમાં શોકેસ કરવામાં આવી હતી.

ટોયોટા યારિસના કુલ 4 વેરિયન્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે. આ વેરિયન્ટ્સ J, G, V અને VX છે. કંપની પહેલા દિવસે તેના કુલ 1000 યુનિટ્સ ડિલિવર કરશે. જેના માટે 60,000થી વધુ કસ્ટમર્સે ઈન્ક્વાયરી કરી છે.

કંપની દાવો કરી રહી છે કે આ કારના પેટ્રોલ એન્જિન 17.1 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપી શકે છે. જ્યારે તેનું સીવીટી એન્જિન પેડલ શિફ્ટરવાળું છે, જે 17.8 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આપે છે.

આ કારમાં 1.5-Litre પેટ્રોલ એન્જિન છે જે 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ સીવીટી ગિયરબોક્સના ઓપ્શન સાથે આવે છે. આ એન્જિન વધારે 107 હોર્સપાવરનું આઉટપુટ જનરેટ કરે છે. આ સિવાય આ કારમાં 140 ન્યુટન મીટરનો ટાર્ક જનરેટ કરે છે.

ટોયોટા ઇન્ડિયાએ તેને 7 એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, તમામ વ્હીલમાં ડિસ્કબ્રેક, એસી વેન્ટ્સ અને LED હાઇલાઇટ, EBDની સાથે ABS, સ્ટેબિલિટી કંટ્રોલ, ઑટો પ્રોજેક્ટર હેડલેપ્સ, અલોય વ્હીલ, શાર્ક ફિન એન્ટિના, રિયર કેમેરા, ટચસ્ક્રીન નેવિગેશન, ફોક્સ લેધર સીટ્સ, ક્રૂઝ કંટ્રોલ વગેરે ફીચર્સ આપ્યા છે.

નવી યારિસમાં LED ડેટાઈન રનિંગ લાઈટ્સ, પાર્કિંગ લાઈટ્સ પણ છે. ગ્લોબલ ડિઝાઈન લેંગ્વેજ પર બનેલી કારની સ્ટાઈલ સારી હોવાની સાથે તેમાં કેબિન પણ કમ્ફર્ટેબલ છે.

ભારતીય બજારમાં આ કારની કોમ્પિટિશન મારુતિ સુઝુકી સિયાઝ, હોન્ડા સિટી, હ્યુન્ડાઈ વેરના વગેરે કારો સાથે થશે. આ મહિનાના અંતમાં ટોયોટા યારિસ સિડેનના 4000 યુનિટ્સને ભારતની બહાર એક્સપોર્ટ કરવામાં આવશે.

You might also like