પેટ્રોલ એન્જીન સાથે લોન્ચ થશે Toyota Innova

નવી દિલ્હી: ટોયોટો પોતાની પોપ્યુલર મલ્ટી પર્પઝ કાર ઇનોવાનું પેટ્રોલ વેરિએન્ટ લોન્ચ કરી શકે છે. તમને જણાવી દઇએ કે દિલ્હી એનસીઆરમાં 2,000ccથી વધુ એન્જીનવાળી કારો પર બેન લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ તેના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.

ટોયોટો કિર્લોસ્કર મોટરના વાઇસ પ્રેસિડેન્ટ શૈલેષ શેટ્ટીના અનુસાર દિલ્હી-એનસીઆર કંપની માટે દેશના સૌથી મોટા બજારમાંનું એક છે. અહીં વેચાણમાં ઘટાડાના લીધે કંપનીને ઓવરઓલ વેચાણ પર અસર પડી છે.

તેમણે કહ્યું કે ‘ગત વર્ષે અમે દેશમાં 1.39 લાખ વેચી હતી. અમે સરકારના એમિશન ગાઇડલાઇનનું પાલન કરીએ છીએ. ડીઝલના એક સારું ઇંઘણ છે અને આશા છે કે ગમેત્યારે તેના પરથી પ્રતિબંધ હટાવી શકાય છે. જો કે અમે ઇનોવાના પેટ્રોલ એન્જીન પર પણ કામ કરી રહ્યાં છે જે દેશમાં સૌથી વેચાનાર MPV છે.

અત્ર ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરના અંત સુધી આ બેન લાગેલો છે. તેના લીધે દિલ્હી-એનસીઆરમાં ટોયોટા ઇનોવાનું વેચાણ લગભગ બંધ થઇ ગયું છે.

You might also like