દિવાળી પર લોન્ચ થશે ટોયેટા ઇનોવા ક્રિસ્ટાનું પેટ્રોલ વર્ઝન

લોન્ચિંગની સાથે જ ટોયેટા ક્રિસ્ટાને સારો રિસપોન્સ મળ્યો છે. આ પ્રીમિયમ એમપીવીને 15 હજારથી વધારે બુકિંગ મળ્યું છે. પૂરી રીતે નવા પ્લેટફોર્મ ઉફર તૈયાર કરવામાં આવેલી ઇનોવા ક્રિસ્ટાને હાલમાં બે ડિઝલ એન્જીનમાં ઉતારવામાં આવી છે. હવે જણવા મળ્યું છે કે ઇનોવા ક્રિસ્ટાનું પેટ્રોલ વર્ઝન દિવાળી ઉપર લોન્ચ થશે. પેટ્રોલ વર્ઝનમાં 2.7 લીટરનું એન્જીન આપવામાં આવશે. ટોયોટાએ દિલ્હી એનસીઆરમાં લાગેલા ડીઝલ બેનને જોતા આ વર્ઝનને ઉતારવાનો નિર્ણય કર્યો છે.

ટોયોટા કિર્લોસ્કર મોટરના ડિરેક્ટર અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ એન.રાજાના પ્રમાણે ગત વર્ષ ડિસેમ્બરથી લાગેલા મોટા એન્જન વાળી કારો પર લાગેલા પ્રતિબંધને કારણે અમારા વેચાણમાં દરેક મહિને 800 યૂનિટ ઓછા દાખલ થયાં છે. આ સ્થિતિને જોતા અમે 2.7 લીટર વાળા એન્જીનના ડેવલોપમેન્ટનું કામ ઝડપી કરી દીધું છે. જાપાનમાં અમારા એન્જીનિયર આ નવા એન્જીન પર કામ કરી રહ્યા છે. આ વેરિએન્ટને દિલ્હી એનસીઆરમાં દિવાળી દરમિયાન લોન્ચ કરવાની યોજના છે.

ક્રિસ્ટાની પહેલા આવેલી ઇનોવા પણ પેટ્રોલ એન્જીનમાં ઉપલબ્ધ હતી. આમાં 2.0 લીટરનું પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું હતું. ઓછા ડિમાન્ડના કારણે બંધ કરવામાં આવ્યું. ઇન્ડોનેશિયામાં ક્રિસ્ટા 2.0 લીટરના 4 સિલેન્ડર પેટ્રોલ એન્જીનમાં ઉપલબ્ધ છે. જો કે આ એન્દીનને ભારતમાં ઉતારવામાં આવશે નહીં. ટોયોટાના જાપાની અને ભારતીય એન્જીનિયર નવા એન્જીન પર કામ કરી રહ્યા છે. આ એન્જીનને મેન્યુઅલ ઉપરાંત ઓટોમેટિક ગિયરબોક્સની સાથે ઉતારવામાં આવશે.

હાલમાં રહેલી ઇનોવા ક્રિસ્ટામાં 2.4 લીટર અને 2.8 લીટરનું ડીઝલ એન્જીન છે. 2.4 લીટર વાળા એન્જીનમાં ફક્ત 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવશે. તો 2.8 લીટર વાળા એન્જીનમાં 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનું ઓપ્શન આપવામાં આવેલું છે.

You might also like