ટોયોટા ક્રિસ્ટા મે ના અંતમાં થશે લોન્ચ

નવી ટોયોટા ઇનોવાની રાહ જોનારા ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ઇનોવા ક્રિસ્ટા મે મહિનાના અંત સુધીમાં શો રૂમમાં પહોંચી જશે. એક ઇન્ટરવ્યૂમાં ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ ચેરમેન વિક્રમ એસ. કિર્લોસ્કરે આ વાતને સમર્થન આપ્યું છે.

શરૂઆતમાં ઇનોવા ક્રિસ્ટાને ફક્ત ડીઝલ વેરિઅન્ટમાં ઉતારવામાં આવશે. જેમાં 2.4 લીટરનું 2 જીડી એફટીવી 4 સિલેન્ડર ડીજલ એન્જીન સ્ટાન્ડર્ડ રહેશે. તેની તાકાત 149 પીએસના અને ટોર્ક 342 એનએમનની હશે. આમાં 5 સ્પીડ મેન્યુલ સાથે 6 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનું વિકલ્પ મળશે. ઓટોમેટિક વેરિએન્ટ 360 એનએમનો ટોર્ક જનરેટ કરશે.

ઓટમેટિક વેરિએન્ટ એવા લોકો માટે સારું રહેશે જે લોકોને શહેર અને હાઇવે પર આરામદાયક ડ્રાઇવિંગનો અનુભવ આપવાવાળી એમપીવી જોઇએ છે. તો મેન્યુલ વર્જન એવા લોકો માટે સારું રહેશે જેમને મોટી ગાડી સાથે સારી માઇલેજની ઇચ્છા પણ રાખે છે. મેન્યુલ ગિયરબોક્સ ઓટોમેટિકની તુલનામાં ઓછા વજન વાળી છે, જેનાથી તેનું માઇલેજ વધી જાય છે. ઓટો એક્સપોમાં આવેલી ઇનોવા ક્રિસ્ટાને 2.8 લીટર એન્જીન સાથે ઉતારવામાં આવી હતી. આ વેરિએન્ટ 177 પીએસની તાકાત આપશે. આ મોડલ તે લોકો માટે ઉત્સુક રહેશે જે એક એમપીવી સાથે સાથે પાવરફુલ પર્ફોમન્સની ઇચ્છા રાખે છે. જો કે આ વેરિએન્ટને જલ્દી લોન્ચ કરવામાં આવશે કે નહીં તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત કંપની ભવિષ્યમાં ઇનોવા ક્રિસ્ટા પેટ્રોલ વેરિએન્ટ પણ લાવી શકે છે.

ઇનોવા ક્રિસ્ટાને પણ તે પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે જેના પર નવી જનરેશન ટોયોટા ફોર્ચ્યૂનર બની છે. ક્રિસ્ટામાં આવનારા ફીચર્સને જોઇને કહી શકાય છે કે નવી જનરેશનની આ ઇનોવા દેશની પહેલી પ્રીમિયમ એમપીવી(મલ્ટી પર્પઝ વ્હીકલ) હશે.

You might also like