ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી ફેસલિફ્ટ ટોયોટો કોરોલા

ટોયોટો કોરોલાનું નવું રૂપ કેટલાક સમયથી ચર્ચામાં છે. આ નવા રૂપની તાજી ઝલક તુર્કીમાં જોવા મળી છે. નવા રૂપમાં ટોયોટો કોરોલા પહેલાની હરિફાઇમાં ઘણી વધારે આકર્ષક લાગે છે. નવી કોરોલોમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે.

કારના આગળના ભાગમાં ઘણા ફેરફાર જોવા મળશે. આગળની પ્રોફાઇલમાં નવા હેન્ડલેપ્સ એલઇડી લાઇટ ગાઇડની સાથે આપવામાં આવ્યા છે. આ કોરોલો પહેલા કરતાં વધારે પ્રભાવશાળી બનાવે છે. હેન્ડલેપ્સ ઉપરાંત ફ્રન્ટ ગ્રીલની ડિઝાઇનને પણ બદલવામાં આવી છે.

કારનો પાછળનો ભાગ પણ નવો લાગે છે. અહીંયા એલઇડી ટેલલેપ્સ અને ફિનિશિંગ આપવામાં આવ્યું છે. નવી કોરોલામાં 16 અને 17 ઇંચનું અલોય વ્હીલનું વિકલ્પ મળશે. કારના ઇન્ટીરિયરની જાણકારી મળી નથી.

પાવર સ્પેસિફિકેશનની વાત કરીએ તો નવી કોરોલામાં જૂની કોરોલાનું એન્જીન આપવામાં આવી શકે છે. આ કારમાં 1.8 લીટરનું પેટ્રોલ અને 1.4 લીટરનું ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જીન 140 પીએસની તાકાત અને 173 એનએમનો ટાર્ક આપે છે. ડીઝલ એન્જીન 88 પીએસનો પાવર અને 204 એનએમનો ટાર્ક આપે છે. ગિયર ટ્રાન્સમિશન માટે 6 સ્પીડ મેન્યુઅલ અને 7 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનું વિકલ્પ આપવામાં આવેલું છે.

નવી કોરોલાની લોન્ચિંગ યૂરોપમાં થવાની સંભાવના છે. આ કારનું પ્રોડક્શન તુર્કીંમાં થશે. નવી કોરોલાના ભારતમાં લોન્ચિંગ લઇને ટોયોટાએ હાલમાં કંઇ જણાવ્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે નવી કોરોલ વર્ષ 2017માં અહીંયા લોન્ચ થઇ શકે છે. કોરોલા પહેલા અહીંયા ટોયોટા નવી ફોર્ચ્યુનરને લોન્ચ કરશે.

You might also like