રમકડાની પિસ્તોલ દેખાડી લૂંટ કરતી ગેંગની ધરપકડ

અમદાવાદ : શહેરના બાપુનગર વિસ્તારમાં બંગલા માં ઘુસી જઇ તેમા હાજર માણસો ને છરી અને પીસ્તોલ વડે ડરાવી એડહેસીવ ટેપ થી મો બંધ કરી દોરી વડે બાંધી દઇ લુટ ચલાવી લુટ નો માલ  વાદળી કલરના પ્લાસ્ટીકની મોટી બેગો મા ભરી પરત રેલ્વે મારફતે પરત મુંબઇ  ફરાર થવા આવેલી ગેન્ગની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો,જીવતો કારતુસ નંગ-૧,છરી,મોબાઈલ ફોન,નકલી પીસ્ટલ જેવા લાઈટર નંગ-૨, રોકડ રૂપિયા ૫૨૦૦/-,એક કપડાનો થેલો તથા દોરીના દડા નંગ- ૨,પ્લાસ્ટીકની ટેપ નંગ-૩,વાદળી કલરના પ્લાસ્ટીકની મોટી બેગ નંગ-૫ મળી કુલ્લે રૂ.૮૩૦૦/- ના મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરોપીઓના ગુનાહીત ઇતિહાસ તેમજ આરોપીઓ પાસેથી મળી આવેલ હથીયાર બાબતે તેમજ આરોપીઓને આ સિવાયના અન્ય ગુન્હામાં કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like