દિવાળીના વેકેશનમાં પર્યટકો રાજ્યના આ સ્થળો પર ઉમટી પડ્યાં…..

દિવાળીના વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો પર પર્યયકો ની ભીડ જોવા મળી રહી છે. પરિવાર સાથે વેકેશનનો આનંદ માણવા લોકો રાજ્યના અનેક જાણીતા પર્યટક સ્થળો પર પહોંચી રહ્યા છે. ત્યારે મીની ગોવા તરીકે જાણીતા વલસાડના તિથલનો દરિયાકિનારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે.

વેકેશનના માહોલમાં તિથલના દરિયા કિનારા પર પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. એક તરફ નયનરમ્ય તિથલ દરિયા કિનારો અને બીજી તરફ દરિયા કિનારે આયોજિત તિથલ બીચ ફેસ્ટિવલને નિહાળી લોકોએ પ્રવાસની ભરપુર મોજ આ વેકેશનમાં માણી છે.

તહેવારો સિઝનમાં ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળો પર લોકોનો ધસારો વધ્યો છે ત્યારે અમરેલીના ધારી આંબરડી પાર્કમાં સિંહ દર્શન માટે હજારોની સંખ્યામાં લોકોએ પાછલા 4 દિવસમાં મુલાકાત લીધી છે. જેને પગલે ધારી વન વિભાગને માત્ર 4 દિવસમાં જ રૂપિયા 8 લાખની આવક થઈ છે.

દિવાળી વેકેશન દરમિયાન દીવ મા બહોળી સંખ્યામાં પર્યટકો ઉમટી પડ્યા હતા અને વેકેશન ની મજા માણી હતી તથા ખાણી પીણી અને ફરવા નો લુપ્ત ઉઠાવ્યો હતો. સાસણ અને સોમનાથની સાથે-સાથે લોકો દીવ મા પણ મોટી સંખ્યામાં  સહેલાણીઓ ઉમટયા હતા.

દિવાળીના પર્વને લોકો યાદગાર બનાવવા વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે,..ત્યારે આ વખતે નર્મદાના તટ વિસ્તારમાં આવેલા યાત્રાધામ કબીરવડ ખાતે પણ લોકોએ ભરપુર મજા માણી છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોવા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. 33 હજાર 576 પ્રવાસીઓએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો નિહાળવા માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.

દિવાળીના વેકેશનને લઈને સાસણગીરમાં સિંહ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે.. સાસણ ગીરમાં 3 મહિના પહેલાથી એડવાન્સ બુકિંગ થાય છે. હાલમાં સાસણગીરમાં ત્રણ મહિનાનુ 100 ટકા બુકિંગ ચાલી રહ્યુ છે. દેશભરથી લોકો સાસણગીરમાં સિંહ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. ગીરના દેવળીયા પાર્કમાં પણ જીપ્સીની શરૂઆત કરવામાં આવી છે.. દેવળિયા પાર્કમાં એક કલાકમાં 10 જીપ્સીઓ આપવામાં આવે છે.. એક દિવસમાં દેવળીયા પાર્કમાં 70 જેટલી જીપ્સીઓ ફરતી હોય છે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 weeks ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 weeks ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 weeks ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 weeks ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 weeks ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago