જો તમે પ્રકૃતિને માણવા ઇચ્છો છો તો એક વાર અચૂક જઇ આવો રવાંગલા

દક્ષિણ સિક્કિમમાં આવેલ રવાંગલા શહેરનો કુદરતી સૌંદર્યનો નજારો ખૂબ જ અદભુત છે. અહીં આવેલ ઊંચા-ઊંચા પહાડો અને જટાદાર ઘાટીઓ પર વસેલા ગામોનાં અસંખ્ય ઝૂંપડાઓનું એક અદભુત દ્રશ્ય અહીં જોવાં મળે છે. મઇનામ પર્વત પર આવેલ આ શહેરમાં કેટલાંક નાના-નાના આશ્રમો પણ અહીં આવેલ છે.

રવાંગલા શહેર એ તીસ્તા ઘાટીને રંગીત ઘાટીથી અલગ કરનાર સ્થળ પર આ શહેર વસેલ છે. આ જગ્યા પરથી આપ હિમાલય પર્વતનાં ઊંચા-ઊંચા બરફથી ઢંકાયેલ પર્વતો પણ અહીં સ્પષ્ટપણે દેખાય છે અને આ જગ્યાની આ એક સૌથી મોટી ખાસિયત છે. આ સિવાય રવાંગલાથી આપને કાંચનજંઘાનું આકર્ષક રમણીય સૌંદર્ય પણ આપ નિહાળી શકો છો. એ સિવાય આપ અહીંથી પંદિમ, કાબરૂ, સિનિઓલ્છુ જેવાં અનેક પર્વતોની હારમાળા આપ આ એક સ્થળેથી જ નિહાળી શકો છો.

લગભગ 7000 ફૂટની ઊંચાઇ પર મઇનામ અને ટેનડોંગ પર્વત પર સ્થિત આ જગ્યા પોતાનાં પ્રાકૃતિક સૌંદર્ય માટે ખૂબ જ સુપ્રસિદ્ધ છે. સાથે પ્રવાસીઓ માટે હિમાલય પર્વત પણ વધુ આકર્ષણનો કેન્દ્ર બન્યો છે. જે પ્રવાસીઓ સિક્કિમ ફરવા માટે આવતાં હોય છે તે અવશ્ય રવાંગલા ઘૂમવા માટે આવતાં હોય છે. આ જગ્યા પર અનેક જંગલો, વનસ્પતિઓ તેમજ અનેક પ્રકારનાં ફૂલોની વિવિધ જાતિઓ અહીં જોવાં મળે છે. આ સિવાય રવાંગલામાં ચાનાં બગીચા અને અહીંની સંસ્કૃતિ તેમજ અહીંનાં મઠ આવાં દરેક સ્થળો અહીંનાં આકર્ષણનાં મુખ્ય કેન્દ્રો બન્યાં છે.

You might also like