પ્રકૃતિના ખોળામાં વસેલું નાગાલેન્ડ

જો તમે નાગાલેન્ડના પ્રવાસે જવાનું વિચારતાં હોવ તો એક વાત જાણી લો કે આ રાજ્ય પ્રાકૃતિક દ્રશ્યોથી ભરપૂર છે. અહીંની લીલોતરી, સુંદર પહાડીઓ, મનમોહક સુર્યોદય અને સુર્યાસ્ત તમારા પ્રવાસને વધારે યાદગાર બનાવી દેશે. અહીંથી જ્યારે તમે પાછા જશો ત્યારે તમારી પાસે સુંદર યાદોનો ખજાનો હશે. જો તમને પ્રાકૃતિક જગ્યાઓ પસંદ હોય તો નાગાલેન્ડ કરતાં વધારે સારી કોઇ જગ્યા ન હોઇ શકે.

નાગાલેન્ડનું ભૂગોળ અને જળવાયુ
નાગાલેન્ડ એ પહાડી વિસ્તાર છે. પશ્ચિમમાં આસામ, દક્ષિણમાં મણિપુર અને ઉત્તરમાં અરૂણાંચલથી ઘેરાયેલું છે તે. આ સુંદર રાજ્યમાં કુલ સાત જિલ્લાઓ છે જેમાં 16 પ્રકારની મુખ્ય જનજાતિઓ નિવાસ કરે છે. અહીંની મનમોહક જમીન એવો દાવો કરે છે કે અહીંયા જળવાયુ એટલી બધી સારી છે કે આખા વર્ષ દમરિયાન ગમે ત્યારે નાગાલેન્ડની યાત્રા કરી શકાય છે.

ભોજન, લોકો અને સંસ્કૃતિ
નાગાલેન્ડમાં મોટેભાગે લોકો માછલી અને માંસાહારનું સેવન વધારે કરે છે. જુદી જુદી જનજાતિઓ દ્વારા તેને વિવિધ રીતે બનાવવામાં આવે છે અને ખવાય છે. નાગાઓનાં લોકપ્રિય વ્યંજનોમાં માછલી, બાફેલા શાકભાજી, નોનવેજમાંથી બનેલી રેસિપીઝ તેમજ ભાત સામેલ છે. નાગાલેન્ડના લોકો પોતાના રાજ્યના જ ઘરેણાં પહેરે છે. તેમને તેમના પારંપારિક પોશાક તેમજ કલાત્મક આભૂષણોથી સુસજ્જ જોઇને જ આંખોને આનંદ આવી જાય છે. ત્યાંની સૌથી સારી વાત એ છે કે અહીંના સ્થાનિક લોકોની મહેમાનગતિ જોઇને જ આપણા પ્રવાસનો આનંદ બમણો થઇ જાય છે. તેમની સંસ્કૃતિ અંતહિન ચર્ચાનો વિષય છે. નૃત્ય અને લયબદ્ધ ગીત તેમના દૈનિક કાર્યોનો ભાગ છે. એવું પણ કહી શકાય કે નાગાઓ માટે જીવન એક ઉત્સવ સમાન છે.

નાગાલેન્ડમાં પર્યટન સ્થળો
નાગાલેન્ડના આકર્ષક અને લોકપ્રિય સ્થળોમાં કોહિમા, દીમાપુર, મોન, વોખા, ફેક, પેરેન વગેરે સામેલ છે.

You might also like