ભારત અાવતાં પહેલાં તમારા દેશમાં બીફ ખાઈને અાવોઃ કે. જે. અલ્ફોન્સ

ભુવનેશ્વર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નવા કેબિનેટ વિસ્તરણ બાદ પહેલીવાર પ્રધાન મંડળમાં સામેલ થયેલા કેન્દ્રીય ટૂરિઝમ પ્રધાન કે.જે. અલ્ફોન્સે વિદેશી પર્યટકોને સલાહ અાપી છે કે તમારા દેશમાં બીફ ખાઈને ભારત અાવો. અલ્ફોન્સે ભારત અાવનારા પર્યટકોને સલાહ અાપી છે કે તેઅો અહીં ફરવા અાવે તે પહેલા પોતાના દેશમાં ગૌમાંસ ખાઈને અાવે.
અલ્ફોન્સ એક સવાલનો જવાબ અાપી રહ્યા હતા. તેમને પૂછવામાં અાવી રહ્યું હતું કે ઘણા રાજ્યોમાં હવે ગૌમાંસ પર પ્રતિબંધ મુકાયો છે. અા પ્રતિબંધનો સૌથી વધુ પ્રભાવ દેશના ટૂરિઝમ સેક્ટર પર પડશે. તેના જવાબમાં અલ્ફોન્સે કહ્યું કે વિદેશી પર્યટકો પોતાના દેશમાં ગૌમાંસ ખાઈ શકે છે. ભારત અાવતા પહેલા તેઅો ત્યાંથી જ ગૌમાંસ ખાઈને અાવે.

અલ્ફોન્સે અહીં અાયોજિત ઇન્ડિયન અેસોસિઅેશન અોફ ટૂર અોપરેટર્સના ૩૩મા સંમેલનમાં ભાગ લીધો હતો. તેઅોઅે અા સંમેલન દરમિયાન અા વાત કહી. અલ્ફોન્સનું અા નિવેદન એવા સમયે અાવ્યું છે જ્યારે તેમને તાજેતરમાં કહ્યું હતું કે કેરળના લોકો બીફ ખાઈ શકે છે. અા પૂર્વ અાઈઅેઅેસ અધિકારીના પ્રવાસન પ્રધાન બન્યા બાદ તાજેતરમાં અાપેલા એક નિવેદનમાં તેમણે કહ્યું હતું કે જેમ ગોવાના મુખ્યપ્રધાન મનોહર પારિકરે કહ્યું કે તેમના રાજ્યમાં બીફ પર કોઈ બેન્ડ નહીં લગાવાય તેમ કેરળમાં પણ બીફનું વેચાણ ચાલુ રહેશે.

અલ્ફોન્સને કેરળના નિવેદન અંગે પૂછવામાં અાવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે અા મોં માથા વગરની વાત છે. હું ખાદ્ય પ્રધાન નથી. જે કોઈપણ રાજ્યમાં બીફ વેચવાનો નિર્ણય લઈ શકું. પ્રવાસન પ્રધાનનો ચાર્જ લીધા બાદ અલ્ફોન્સે કહ્યું કે તેમનું મંત્રાલય દેશમાં પ્રવાસનને પ્રોત્સાહન અાપવા માટે રચનાત્મક અાઈડિયા માટે કામ કરી રહ્યું છે. અમે લોકોને કહ્યું છે કે તેઅો પ્રવાસનને પ્રોત્સાહન અાપવા માટે અાવે અને પોતાના અાઈડિયા અમને અાપે. લગભગ એક મહિનામાં અમે પસંદ થયેલા અાઈડિયા પર કામ શરૂ કરી દઈશું.

You might also like