જો ગંગટોક ફરવા જાઓ તો અવશ્ય લેજો આ સુંદર સ્થળોની મુલાકાત

આપણામાંથી ઘણાં બધા લોકો એવાં છે કે જેઓ તહેવારની રાહ જોઇને રહેતા હોય છે. તેઓ તહેવાર આવે કે તરત જ ફરવાનો પ્લાન બનાવી દેતા હોય છે. રજાઓનાં સમયગાળામાં તેઓ ક્યાંક ને ક્યાંક ફરવાનો પ્લાનિંગ બનાવી ટૂર પર ફરવા જતા રહે છે.

તો જો આપ પણ એમાંનાં જ છો તો અમે આપને એવી જગ્યાઓથી પરિચિત કરશું કે જ્યાં આપ ફરતાની સાથે જ તમારો મૂડ ફ્રેશ થઇ જશે. નોર્થ-ઇસ્ટની સૌથી આકર્ષક અને સુંદર જગ્યાઓમાંની એક જગ્યા છે ગંગટોક.

આ શહેર સિક્કિમ રાજ્યમાંનું સૌથી મોટું શહેર છે. તો જો આપ આ સ્થળ પર ફરવાનો પ્લાન કરશો તો આ જગ્યાઓને જોવાનું આપ ક્યારેય ચૂકશો નહીં.

રૂમટેક મોનેસ્ટ્રીઃ
ગંગટોકમાં અનેક વિશ્વપ્રસિદ્ધ મોનેસ્ટ્રીઝ છે. કેટલીક તો અનેક વર્ષો જૂની છે. સૌથી પ્રાચીન રૂમટેક મોનેસ્ટ્રી છે. કે જેનું નિર્માણ 1700માં થયું હતું અને આ સમગ્ર દેશનું સૌથી મોટું ધર્મ શીખવાનું સેન્ટર છે.

હિમાલયન જૂલોજિકલ પાર્કઃ
આ પાર્ક 230 એકરમાં ફેલાયેલ છે. આ પાર્ક ગંગટોક શહેરથી 6 કિ.મી દૂર આવેલ છે. આ પાર્કમાં આપ ગાડી દ્વારા અથવા
ચાલતા ચાલતા પણ ફરી શકો છો. અનેક દુર્લભ જાનવરો માટે આ પ્રસિદ્ધ છે. અહીં બ્લેક બીયર, સ્નો લેપર્ડ, કોમન લેપર્ડ,
લેપર્ડ કેટ, તિબ્બતી વોલ્ફ વગેરે જોવાં મળશે.

નાથુલા પાસઃ
નાથુલા પાસ 14,140 ફીટની ઊંચાઇ પર આવેલ છે. આ જગ્યા ભારત-ચીનની સીમા પાસે આવેલ છે. અહીં ફરવા માટે
પરમિટની આવશ્યકતા હોય છે. અહીંથી આપ ચીન જોઇ શકો છો.

યમથંગ વૈલીઃ
આ જગ્યા સૌથી સુંદર જગ્યા છે. ચારે તરફ આ જગ્યા હિમાલયથી ઘેરાયેલ છે. આ જગ્યાને વૈલી ઑફ ફ્લાવર્સ પણ કહેવાય
છે. જો કે ગંગટોકથી આ જગ્યા 150 કિ.મી દૂર આવેલ છે પરંતુ આને જોયા વિના ગંગટોકની ટૂર પૂર્ણ નહીં થાય.

કઇ રીતે પહોંચવું?
રસ્તા માર્ગેઃ આપ ટેક્સી અથવા જીપ દ્વાર કે અન્ય કોઇ વ્હિકલ પણ લઇ શકો છો. સિલીગુડી બસ સ્ટેન્ડ દ્વારા આપને ગંગટોક
સુધીની યાત્રામાં પાંચથી છ કલાકનો સમય લાગશે. આ સિવાય દાર્જિલિંગ, કલિમપોંગ, સિલીગુડી અને અન્ય સ્થળો દ્વારા પણ આપને ગંગટોક જવા માટે જીપ ઉપલબ્ધ રહેશે.

રેલ્વે માર્ગેઃ
ગંગટોકમાં કોઇ જ રેલ્વે સ્ટેશન નથી. સિલીગુડીમાં ન્યૂ જલપાઇગુડી ગંગટોકથી નજીક રેલ્વે સ્ટેશન આવેલ છે. આ સ્ટેશન માટે કોલકાતા અને નવી દિલ્હી જેવાં પ્રમુખ શહેરો સાથે સીધું જ કનેક્શન છે. કોલકાતાથી ગંગટોક સુધીની યાત્રા અંદાજે 12
કલાકની છે.

હવાઇ માર્ગેઃ
નજીકમાં હવાઇ અડ્ડા એટલે કે બાગડોગરા એરોડ્રામ આવેલ છે. જ્યાં પહોંચતા આપ ટેક્સી દ્વારા રસ્તા માર્ગેથી ગંગટોક સુધી
જઇ શકો છો.

You might also like