રાજ્યકક્ષાના સ્વાતંત્રય પર્વને લઈને CM રૂપાણી સુરેન્દ્રનગરના પ્રવાસે

રાજયકક્ષાના સ્વતંત્ર પર્વને લઇને મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે સુરેન્દ્રનગરના પ્રવાસે છે. સીએમ રૂપાણી ચોટીલા, સાંગણી, થાનગઢ અને સુરેન્દ્રનગરના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે. સીએમ વિજય રૂપાણી ચોટીલાના સાંગણી ગામમાં યુવા સંમેલનને સંબોધિત કરશે.

જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી ચોટીલામાં બિરાજમાન મા ચામુંડાના દર્શન કરશે. ત્યારબાદ મુખ્યપ્રધાન રૂપાણી ઝવેરચંદ મેઘાણીના જન્મસ્થળની મુલાકાત લેશે. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે થાનગઢમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સુરેન્દ્રનગરમાં પોલીસના એટહોમ કાર્યક્રમમાં હાજરી આપશે.

You might also like