Categories: Gujarat

દિલ્હી અને મથુરાની ટૂરના નામે પિતા-પુત્રઅે અઢી લાખ પડાવ્યા

અમદાવાદ: સસ્તામાં યાત્રાનાં સ્થળોએ ફરવા લઇ જવા અંગેની અખબારોમાં જાહેરાત આપી છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલી ધ પ્રાઈડ હો‌િલડે નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક પિતા-પુત્રએ વ્યક્તિદીઠ રૂ.૧૦,૦૦૦માં દિલ્હી, હરિદ્વાર, મથુરાની ટૂરના આયોજનના બહાને રૂ.ર.પ૦ લાખ પડાવી લીધાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપી પિતા-પુત્રની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ કાંકરિયા વિસ્તારમાં આવેલા સરોવર માતૃકૃપા ફ્લેટમાં રહેતા જીવરાજભાઈ હેડમ્બા (ઉ.વ.પ૮)એ તેમનાં માતા અને સાસુ-સસરાને હરિદ્વાર, મથુરાની યાત્રા કરાવવાનું વિચાર્યું હતું. અખબારમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી ધ પ્રાઈડ હો‌િલડે નામની ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની વ્યક્તિદીઠ દસ હજાર રૂપિયામાં દિલ્હી, હરિદ્વાર-મથુરાની ટૂરના આયોજનની જાહેરાત વાંચી તેઓ ઓફિસે ગયા હતા. માલિક કિશનભાઇ કલ્પેશભાઈ પનાર (રહે. ન્યુ સતાધાર કેમ્પ, ભૂયંગદેવ)ને મળ્યા હતા. રપ લોકોનું જમવા અને ફ્લાઈટમાં રિટર્ન સાથે વ્યક્તિદીઠ દસ હજાર રૂપિયા નક્કી કરી એડ્વાન્સ રૂ. ૮૦,૦૦૦ જીવરાજભાઈએ આપ્યા હતા.

દરમ્યાનમાં રપ વ્યક્તિઓનાં નામ અને મોબાઈલ નંબર આપી દેવાયાં હતાં. બાદમાં કોઈ ને કોઈ બહાને ટુકડેટુકડે કુલ રૂ.ર.પ૦ લાખ પડાવી લીધા હતા. ટૂર અને ફ્લાઈટની ટિકિટનું કિશનભાઈને પૂછતાં તેઓ કોઈ ને કોઈ બહાનું બતાવી દેતા હતા. પૈસા પરત માગતાં તેઓએ જીવરાજભાઈને ચેક આપ્યો હતો, જે પરત થતાં આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ
ધરી છે.

divyesh

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

4 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

4 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

4 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

5 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

5 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

5 hours ago