Public Review: ટોટલ ટાઈમપાસ ધમાલ ફિલ્મ

ફિલ્મમાં દરેક એક્ટર્સે સરસ પર્ફૉર્મન્સ આપ્યું છે. અજય દેવગણ,અનિલ કપૂરે પોતાની શાનદાર એક્ટિંગથી ફિલ્મનો ચાર્મ વધારી દીધો છે. માધુરી દીક્ષિત અને રિતેશ દેશમુખે રોલ પણ સહજતાથી પ્લે કર્યા છે. પણ આ ફિલ્મની કોમેડી મને બહુ જ ગમી છે, આ ફિલ્મ ને ૩.૫ સ્ટાર આપીશ. તૃપ્તિ મનલોપા, ઘીકાંટા

ફિલ્મમાં હ્યુમર, ડ્રામા, સસ્પેન્સ અને કોમેડીની ભરમાર જોવા મળી. ફિલ્મનું ડિરેક્શન, કેમેરા વર્ક અને લોકેશન કમાલનાં છે. ફિલ્મના સંવાદો કમાલના છે. ઘણી વાર તમે હસી હસીને લોટપોટ થઈ જશો. હું આ ફિલ્મને ૩.૫ સ્ટાર આપીશ. ઝલક પરમાર, ઘાટલોડિયા

ફિલ્મનું સંગીત સાંભળવું ગમે એવું છે. ફિલ્મનું ડિરેક્શન સારું કહી શકાય. અજય દેવગણ તેમજ અન્ય કલાકારોની એક્ટિંગ ધમાકેદાર છે તેમજ અન્ય કલાકારોનો અભિનય હાસ્યથી ભરપુર છે. ફિલ્મમાં ભરપૂર કોમેડી છે. હું આ ફિલ્મને ૩ સ્ટાર આપીશ. કેન્ની ઝાલા, ઘીકાંટા

ટોટલ ધમાલ ફિલ્મમાં કરોડોના ખજાના પાછળ તમામ એક્ટર્સ ભાગે છે ડિરેક્ટર ઈન્દ્રકુમારે સ્ક્રિપ્ટ અને પાત્રો સારી રીતે ફિલ્મી પડદે બતાવ્યાં છે. કોમેડીના કારણે ફિલ્મ જોવાથી જ આવશે. હું ફિલ્મને ૩.૫ સ્ટાર આપીશ. બીજલ પરીખ, શાહપુર

ફિલ્મનું ડિરેક્શન શ્રેષ્ઠ છે. તેની સાથે સિનેમેટોગ્રાફી, કેમેરા વર્ક અને ફિલ્મનાં લોકેશન્સ પણ સારાં છે. અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડી દર્શકોને પસંદ પડશે. હું આ ફિલ્મ ને ૩ સ્ટાર આપીશ. પૂજા પંચાલ, ઇસનપુર

ફિલ્મમાં અજય,અરશદ વારસી,રિતેશ,જાવેદ જાફરી પેટ પકડીને હસાવે તેવી ઘટનાઓ તેમજ કોમેડી અને ટ્રેજેડી રોલમાં બધા એકદમ પરફેક્ટ લાગે છે. આ ટોટલી કોમેડી ફિલ્મ છે. હું આ ફિલ્મને ૪ સ્ટાર આપીશ. કાસિમ હુસેની, વેજલપુર

You might also like