ટોરેન્ટના ગ્રાહકોને લાગશે કરંટ…! કંપનીએ યુનિટ દીઠ ઝીંક્યો ભાવ વધારો….

અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં વીજળી પુરી પાડતી ટોરેન્ટ પાવરે વીજદરમાં વધારો કર્યો છે. ટોરેન્ટ પાવરે 0.22 પૈસા યુનિટ દીઠ વધારી દીધા છે. ટોરેન્ટ પાવર દ્વારા FPPA સમક્ષ ચોથા ક્વાર્ટરમાં ભાવ વધારા માટે રજૂઆત કરી હતી. FPPA દ્વારા મંજૂરી મળતા ટોરેન્ટ કંપનીએ વીજદરના યુનિટમાં ભાવ વધારો કર્યો છે.

આમ હાલના સમયમાં 200 યુનિટ દીઠ 3.90 રરેટ વધીને 4.25 રૂપિયા થવાની શક્યતા છે. આમ હવે 200 યુનિટના બિલમાં 60 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે.

You might also like