ભારતના હનીમુન માટેના ટોપ 10 ડેસ્ટિનેશન

ભારતમાં ઘણી એવી જગ્યાઓ છે જે ફરવાલાયક છે પરંતુ અમે અહીં ટોપ 10 ડેસ્ટિનેશનની વાત કરી રહ્યાં છીએ જે હનીમુન માટે ખુબ જ સુંદર છે.

શ્રીનગર: સુંદર જગ્યાઓની વાત થતી હોય અને કાશ્મીરનું નામ ના આવે તેવું તો બની જ ના શકે. મોટાભાગના કપલ હનીમુન માટે કાશ્મીરની પસંદગી કરે છે. ધરતી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરની હસીન પહાડીઓ તમારા રોમાંસમાં થોડીક વધારે મીઠાશ ભરી દેશે. કાશ્મીરમાં શ્રીનગર, સોનમર્ગ અને ગુલમર્ગની સુંદર પહાડીઓ તમારા હનીમુનને હંમેશ માટે યાદગાર બનાવી દેશે.

શિમલા: હિમાલયના ખોળામાં આવેલા શિયાળાની સુંદરતા જોવા જેવી છે. બરફના પહાડોની વચ્ચે તમે તમારા જીવનસાથી સાથે તમારા દિલની વાતને કદાચ વધારે સારી રીતે વ્યક્ત કરી શકશો.

ઉદેપુર: જો તમે મહેલ તેમજ તળાવોની વચ્ચે તમારું હનીમુન ગાળવા ઇચ્છો છો તો ઉદેપુર એક સારો વિકલ્પ છે. આ સુંદર જગ્યાઓ પર તમે રાજસી ઠાઠ સાથે સુંદર નજારાની મજા માણી શકો છો.

તવાંગ: અરૂણાંચલ પ્રદેશમાં આવેલી આ નાનકડી જગ્યા એટલી બધી સુંદર છે કે તમને ત્યાંથી પાછું આવવાનું મન જ નહીં થાય. તવાંગનું શાંત વાતાવરણ હનીમુન કપલ્સ માટે એકદમ પરફેક્ટ છે.

કેરળ : કેરળ એટલી બધી સુંદર અને શાંત જગ્યા છે કે ત્યાં દરેક વ્યક્તિએ એક વખત તો જવું જ જોઇએ. જો તમે હનીમુન પર ના જઇ શક્યાં હોય તો મિત્રો સાથે ફરવા અવશ્ય જજો. આ સુંદર સ્થળે પહોંચીને તમને એટલું બધું આહલાદક લાગશે કે તમે અહીં વારંવાર જવાનું ઇચ્છશો.

કાવારત્તી: લક્ષદ્વીપના આઇલેન્ડનો નજારો જોઇને તમે ખરેખર આશ્ચર્યચકિત થઇ જશો. આ સુંદર જગ્યાની ટ્રીપનો પ્લાન કરીને તમે તમારા લાઇફ પાર્ટનરને સુંદર ગીફ્ટ આપી શકો છો.

ઇમ્ફાલ: એવું કહેવાય છે કે જો એક વખત તમે નોર્થ ઇસ્ટની સુંદરતા જોઇ લેશો તો તમને અન્ય કોઇ પણ સ્થળ પસંદ નહીં આવે. નોર્થ ઇસ્ટમાં આવેલું ઇમ્ફાલ પણ ખુબ જ સુંદર જગ્યા છે. આ સ્થળ હનીમુન માટે એકદમ પરફેક્ટ છે.

પોર્ટ બ્લેયર, અંડમાન નિકોબાર: હનીમુન કપલ્સમાં અત્યારે અંડમાન નિકોબાર જવાનો ક્રેઝ વધી રહ્યો છે. ચારેય તરફથી સમુદ્રથી ઘેરાયેલી આ સુંદર જગ્યા પર અનેક સુંદર સ્થળ છે જે તમારા હનીમુનને યાદગાર બનાવી દેશે. અહીંયા તમે હેવલોક આઇલેન્ડ, એલિફેટ આઇલેન્ડ તેમજ સેલ્યુઅર જેલ જેવા અનેક સ્થળ ફરી શકો છો.

દાર્જીલિંગ: સુંદર પહાડ, ચારેય તરફ હરિયાળી અને તેની વચ્ચેથી પસાર થતી ટોય ટ્રેન આ છે દાર્જિલીંગની ઓળખ. આ સ્થળ ભારતનું સૌથી જાણીતું હિલ સ્ટેશન છે. હનીમુન માટે પણ આ સ્થળ ફેમસ છે.

કુર્ગ: આ સ્થળને ભારતનું સ્કોટલેન્ડ પણ કહેવામાં આવે છે. આ હિલ સ્ટેશન હનીમુન કપલ્સ માટે એકદમ પરફેક્ટ ડેસ્ટિનેશન છે. સુર્યાસ્ત સમયનો અહીંનો નજારો જોવા જેવો હોય છે. આવા સમયે જો તમારા સાથીનો સાથ હોય તો તે સમય વધારે સુંદર બની જશે.

You might also like