બજેટની ટોપ ટેન જાહેરાતો

નાણાપ્રધાન અરૂણ જેટલીએ વર્ષ 2016નું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. તેમણે ઇન્કમ ટેક્સ સ્લેબને જેમ હતો  તેમ જ રાખ્યો છે. આ ઉપરાંત દરેક ટેક્સેબલ સર્વિસ પર કૃષિ કલ્યાણ ટેક્સ પણ લગાવ્યો છે. એક રીતે જોઇએ તો આ વખતનું બજેટ ગ્રામિણ અને ખેડૂતલક્ષી જોવા મળી રહ્યું છે. એક નજર આ વખતના બજેટની ટોપ ટેન જાહેરાતો પર.

  • ઇન્કમ ટેક્સ સ્લેબ જે હતો તે જ રાખ્યો
  • 5 લાખની આવક ધરવતા લોકોને 3000 રૂપિયાની રાહત
  • નવા કર્મચારીઓનું પીએફ ત્રણ વર્ષ સરકાર આપશે
  • નાના ઘર બનાવનારાઓને 100 ટકા ટેક્સ છૂટ
  • 10 લાખની ઉપરની ગાડીઓ મોંઘી બની
  • 50 લાખ સુધીના ઘર પર વ્યાજમાં 50,000ની છૂટ
  • 13 અલગ અલગ સેસ નાબુત કરવામાં આવ્યા
  • ભારતીઓ ઉત્પાદનોના બજારમાં FDI 100 %
  • આધારભૂત ઢાંચા માટે 2.21 લાખ કરોડની ફાળવણી
  • દલિત-આદિવાસી ઉધ્યમિઓ માટે અલગ કેન્દ્રની વ્યવસ્થા
You might also like