ચીઝમાંનું ખાસ કેમિકલ શ્રવણ ક્ષમતા સુધારે

અમેરિકન રિસર્ચરોએ દાવો કર્યો છે કે ચીઝમાં ખાસ કેમિકલ કમ્પાઉન્ડ હોય છે જે ઘોંઘાટને કારણે ડેમેજ થયેલી શ્રવણક્ષમતાને સુધારી શકે છે. પ્રાણીઓમાં ડી-મેથિઓનિન નામનો ઘટક હોય છે જે કાનના નર્વ કોષોને ડેમેજ થતા અટકાવે છે. જો આ જ કમ્પાઉન્ડ માણસોને પણ આપવામાં આવે તો શ્રવણ ક્ષમતા સુધરી શકે છે. જ્યારે વ્યક્તિના કાનમાં ધોંઘાટ કહી શકાય એ હદનો અવાજ સહન કરવો પડે છે ત્યારે કાનની અંદર આવેલા કૉકલિઆ નામના સ્પાયરલ શેપના પાર્ટમાં વાળ જેવા બારિક નર્વ કોષો ડેમેજ થાય છે. આ કોષો સિગ્નલને મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે. ઘોંઘાટથી થયેલા ડેમેજને કારણે કાનમાં પેદા થતા ફ્રી રેડિકલ્સ આ ડી-મેથિઓનિન નામના અેમિનો અૅસિડથી તટસ્થ થઇ જાય છે અને નર્વ કોષો ડેમેજ થતા અટકે છે.
http://sambhaavnews.com/

You might also like