ટોપ નવ કંપનીઓની મૂડી ૬૯૪૧૫ કરોડ વધી ગઈ

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેન્સેક્સની ટોપ ૧૦ કંપનીઓ પૈકીની નવ કંપનીઓની માર્કેટ મુડીમાં સંયુક્તરીતે ૬૯૪૧૫ .૧૩ કરોડનો ઉલ્લેખનીયરીતે વધારો થયો છે.

છેલ્લા સપ્તાહમાં આરઆઇએલની માર્કેટ મુડીમાં સૌથી વધારે વધારો થયો છે. આઇટીસી સિવાય ટીસીએસ, એચડીએફસી બેક, ઇન્ફોસીસ, સીઆઇઓલ, એચડીએફસી અને ઓએનજીસી સહિત નવ કંપનીઓની માર્કેટ મુડીમાં વધારો થયો છે. આરઆઇએલની માર્કેટ મુડી ૧૨૯૮૨.૦૬ કરોડ સુધી વધીને ૩૨૧૩૪૫.૯૫ કરોડ થઇ ગઇ છે.

છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન તેની માર્કેટ મુડીમાં સૌથી વધુ વધારો થયો છે. એચયુએલની માર્કેટ મુડીમાં ૮૨૫૫.૧૬ કરોડનો વધારો થયો છે. જેથી તેની માર્કેટ મુડી વધીને ૧૮૫૮૯૮.૧૪ કરોડ થઇ ગઇ છે. આવી જ રીતે એચડીએફસીની માર્કેટ મુડી ૭૯૪૭.૫૭ કરોડ વધીને ૧૯૩૩૩૮.૨૨ કરોડ થઇ ગઇ છે. આ ઉપરાંત સન ફાર્માની માર્કેટ મુડી ૭૭૯૭.૪૧ કરોડ વધીને ૧૯૦૨૩૦.૧૯ કરોડ સુધી પહોંચી ગઇ છે.

ઇન્ફોસીસની માર્કેટ મુડી ૭૭૧૭.૭૪ કરોડ વધીને ૨૪૯૪૩૬.૭૧ કરોડ સુધી સુધી પહોંચી ગઇ છે. આવી જ રીતે એચડીએફસી બેંકની માર્કેટ મુડી ૬૭૯૯.૪૬ કરોડ રૃપિયા વધીને હવે ૨૭૦૬૬૬.૭૧ કરોડ થઇ ગઇ છે. ઓએનજીસીની માર્કેટ મુડી હવે વધીને ૧૯૧૦૦૧.૩૨ કરોડ થઇ ગઇ છે. ટીસીએસની માર્કેટ મુડી ૫૭૫૩.૬૫ કરોડ વધીને ૪૭૬૧૪૪.૦૬ કરોડ થઇ ગઇ છે.

આવી જ રીતે સીઆઇએલની માર્કેટ મુડી ૫૬૨૧.૫૭ કરોડ વધીને ૧૯૯૯૪૪.૫૨ કરોડ થઇ ગઇ છે. એકમાત્ર આઇટીસીની માર્કેટ મુડીમાં પુરા થયેલા સપ્તાહ દરમિયાન માર્કેટ મુડીમાં ઘટાડો થયો છે. તેની માર્કેટ મુડી ૨૯૩૧.૮૫ કરોડ ઘટીને ૨૫૪૮૨૯.૪૫ કરોડ થઇ ગઇ છે.

છેલ્લા સપ્તાહમાં બીએસઇ બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સમાં ૪૭૫ પોઇન્ટનો સુધારો થયો હતો. જેથી તેની સપાટી ૨૫૫૧૯ સુધી પહોંચી ગઇ હતી. શેરબજારમાં હાલ ઉથલપાથલનો દોર જારી રહે તેવી શક્યતા છે. માર્કેટ મુડીની દ્રષ્ટિએ ટીસીએસ પ્રથમ સ્થાન પર અકબંધ છે. આવતીકાલથી નવા કારોબારી સેશનની શરૃઆત થનાર છે.

માર્કેટ મૂડીમાં વધારો
છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સની ટોપ ૧૦ કંપનીઓ પૈકીની ૯ કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. તેની માર્કેટ મૂડી ૧૨૮૯૨.૦૬ કરોડ વધીને નવી ઉંચી સપાટી ઉપર પહોંચી છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન કઇ કંપનીની માર્કેટ મૂડીમાં કેટલો વધારો થયો તે નીચે મુજબ છે.

You might also like