કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, લશ્કરનો કમાન્ડર બશીર લશ્કરી ઠાર

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકી વચ્ચે સવારથી ચાલી રહેલી ફાયરિંગમાં બે આતંકીઓ ઠાર થયા છે. સેના દ્વારા કરવામાં આવેલા આ સર્ચ ઓપરેશનમાં લશ્કરનો કમાન્ડર બશીર લશ્કરી ઠાર કરાયો છે. સેના દ્વારા સવારથી જ અનંતનાગના વિસ્તારમાં આવેલ એક મકાનને ઘેરી લીધું હતું. સેનાએ આતંકીઓ સાથે કરેલી અથડામણમાં લશ્કરના ટોપ કમાન્ડર બશીર લશ્કરી સહિત બે આતંકીઓને ઠાર કર્યા છે. સેનાએ આ આતંકીઓ વિરુધ્ધ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાએ આ આતંકીઓને એક ઘરમાં ઘેરી લીધા હતા પરંતુ સ્થાનિકોના ભારે વિરોધના કારણે સેનાના જવાનોને ઓપરેશનમાં મુશ્કેલી પડતી હતી. છતાં પણ સેનાએ લશ્કરના કમાન્ડર લશ્કરીને ઠાર કરવામાં સફળતા મેળવી હતી. સેના અને આતંકીઓ વચ્ચેની ગોળીબારીમાં એક મહિલા સહિત બે નાગરિકોના મોત થયા હતા.

http://sambhaavnews.com/

You might also like