‘ટૉપ એફએમ’નું ધમાકેદાર લોન્ચિંગ

અમદાવાદ: રાજ્યનાં નાનાં આઠ શહેરોમાં ‘ટૉપ’ નજરાણું એટલે કે ‘ટૉપ એફએમ’ રેડિયો સ્ટેશનની શરૂઆત થઇ ગઈ છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે શનિવારે તા.૪ ઓગસ્ટના રોજ વાયએમસીએ ક્લબ ખાતે ‘ટૉપ એફએમ’ રેડિયો સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ‘ટૉપ એફએમ’ રેડિયો સ્ટેશનને પ્રારંભિક તબક્કામાં ભરૂચ, પોરબંદર અને વેરાવળમાં લોન્ચ કરવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં અન્ય શહેરો અને જમ્મુ-કાશ્મીરનાં પાંચ શહેરોમાં તેની શરૂઆત કરવામાં આવશે.

રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રૂપ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણી, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, ભાજપના અગ્રણી દિલીપ સંઘાણી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી

 

 

 

કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, ભાજપના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા.

 

કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડિયા સાથે ‘સમભાવ ગ્રૂપ’નાં ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) કાજલ વડોદરિયા.
કવિ તુષાર શુક્લ, નાટ્યકાર રાજુ બારોટ, પૂર્વ મેયર અસિત વોરા, ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ અને મહિલા-બાળ આયોગનાં ચેરપર્સન જાગૃતિ પંડ્યા.
પૂર્વ ધારાસભ્ય બિમલ શાહ અને પૂર્વ કેન્દ્રીય રક્ષા રાજ્યપ્રધાન હરીન પાઠક.
મેયર બીજલ પટેલ અને મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના નેતા દિનેશ શર્મા.
મોટી સંખ્યામાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનોએ કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો.
કોંગ્રેસ અગ્રણી સિદ્ધાર્થ પટેલ અને ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીર મહેતા.
You might also like