આ છે ભારતનાં 5 સૌથી લોકપ્રિય હનીમૂન પ્લેસીસ

ભારતમાં ઘણાં એવાં સ્થળો છે કે જ્યાં તમે ખૂબ જ રોમાંચકતા સાથે પ્રવાસ કરવાં જઇ શકો છો અને પર્યટન માટેનાં એવાં સ્થળો છે કે જ્યાં તમે એક વાર જઇ આવો પછી તમને ફરી-ફરી વાર ત્યાં જવાનું મન થશે.

1.શ્રીનગરઃ
અહીંયા આવેલ ખૂબ જ સુંદર અને આકર્ષક ઘાટીઓ, સુંદર ઝીલ અને ઊંચા-ઊંચા પહાડો તેમજ સુંદર ઝરણાંઓ જોઇને આપ સૌ મંત્રમુગ્ધ થઇ જશો.

2.ગોવાઃ
ગોવા એક એવું સુંદર પિકનીક માટેનું સ્થળ છે કે જેને જોવાં અને નિહાળવાં માટે દુનિયાભરનાં તમામ લોકો અનેક જગ્યાએથી આવે છે. અહીં આવેલ બીચ, સુંદર દ્રશ્યો અને કુદરતી મોસમ જોઇને આપ અવાક્ બની જશો. ગોવાનો બીચ એ દેશનાં તમામ બીચમાં સૌથી સુંદર માનવામાં આવે છે.

3.કુર્ગ, કર્ણાટકઃ
આ કર્ણાટકનો નાનો એવો વિસ્તાર છે કે ત્યાંની હરિયાળી, ખુશનુમા વાતાવરણ અને વાતાવરણમાં ફેલાયેલ કોફીની ભીની-ભીની મહેંક આપ સૌને આ જગ્યાનાં ચાહક બનાવી દેશે.

4. નૈનીતાલ, ઉત્તરાખંડઃ
‘નૈની’ શબ્દનો અર્થ છે આંખો અને ‘તાલ’નો અર્થ થાય છે ઝીલ. ઝીલનું શહેર નૈનીતાલ એ ઉત્તરાખંડનું સૌથી પ્રસિદ્ધ સ્થળ છે. બરફથી ઢંકાયેલ પહાડોની વચ્ચે ઘેરાયેલ આ સ્થળ અનેક ઝીલથી ઘેરાયેલ છે. અહીં આવેલ સુંદર ઝીલ અને બોટરાઇડ તમને નૈનીતાલ તરફ આકર્ષીત કરે છે.

5. જેસલમેરઃ
જો તમે એક શાહી અંદાજમાં પ્રવાસ કરવા માંગતા હોવ તો જેસલમેર આપનાં માટે સૌથી પરફેક્ટ જગ્યા છે. અહીંનો ઇતિહાસ, હાથી અને ઉંટની સવારીને યાદ કરતાં અહીંની શાહી થાળી આપને હંમેશાં યાદ રહેશે.

You might also like