વર્ષ 2016 માટે નાસ્ત્રેદમસની ટોપ 10 ભવિષ્યવાણીઓ

16મી સદીના ફ્રેંચ ભવિષ્યવક્તા નાસ્ત્રેદમસ જેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઇ શકે છે. તેમણે વર્ષ 2016 માટે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી. તમને જણાવી દઇએ કે નાસ્ત્રેદમસ એક એવા ભવિષ્યકર્તા હતા જેમણે જોન એફ કેનેડીની હત્યાથી માંડીને હિરોશિમા અને નાગાસાકી પરમાણું હુમલાની ભવિષ્યવાણી ઘણા પહેલાં જ કરી હતી.

વર્ષ 2016 માટે નાસ્ત્રેદમસની જે ટોપ 10 ભવિષ્યવાણીઓ તેમાં સૌથી ખાસ વાત એ છે કે અમેરિકાનું અસ્તિત્વ ખતમ થવું અને રશિયાની તાકાત વધવી. સાથે જ આ વર્ષમાં દુનિયાના હવામાનના ઉતાર-ચઢાવના લીધે ખૂબ પરેશાન રહેશે. આ ઉપરાંત તેમણે આ વર્ષમાં દુનિયાના અંતની પણ વાત કહી છે. તો આવો જાણીએ વર્ષ 2016 માટે નાસ્ત્રેદમસે કઇ-કઇ ભવિષ્યવાણીઓ કરી હતી.

1) નાસ્ત્રેદમસે એ વાતનો ભય વ્યક્ત કર્યો છે કે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા વર્ષ 2016માં અમેરિકાના અંતિમ રાષ્ટ્રપતિ હશે. જો કે બરાક ઓબામાનો અંતિમ કાર્યકાળ છે પરંતુ તેમણે ખાસકરીને કહ્યું હતું કે ‘લાસ્ટ પ્રેસીડેંટ’. તો શું અમેરિકાનું સુપરપાવર સ્ટેટ્સ આ વર્ષે છીનવાઇ જશે. નાસ્ત્રેદમસે વર્ષ 2013માં બરાક ઓબામાના અજેય રહેવાની પણ ભવિષ્યવાણી કરી હતી.

2) ભૂકંપ, વાવાઝોડું અને ગરમીના લીધે લોકો પરેશાન રહેશે. નાસ્ત્રેદમસના અનુસાર વર્ષ 2016માં હવામાનમાં ઘણા ફેરફાર આવશે. કુદરતી આફતોમાં વધારો થશે. સાથે સાથે 2015ની તુલનામાં આ વર્ષે પૂર, વાવાઝોડું, ગરમી અને ભૂકંપ વધુ રહેશે. આ વર્ષે ગરમીનો પ્રકોપ વધુ રહેશે.

3) નાસ્ત્રેદમસના અનુસાર વર્ષ 2016માં ધરતીની પ્લેટોમાં હલચલ રહેશે. તેના લીધે ધરતી પર ઘણા મોટા ફેરફાર આવશે. બની શકે કે ક્યાંક સુનામી આવે તો ક્યાંક ભૂકંપથી લોકો પરેશાન રહે.

4) નાસ્ત્રેદમસના અનુસાર પેટ્રોલ અને ઓઇલના ખજાનાવાળા મીડિલ ઇસ્ટના કેટલાક દેશોમાં આ વર્ષે તબાહીનો મંજર જોવા મળશે. જો કે અત્યાર સુધી આઇએસઆઇએસના લીધે મીડલ ઇસ્ટમાં પહેલાં જ માહોલ ખરાબ છે પરંતુ વર્ષ 2016માં વધુ બગડશે.

5) મીડલ ઇસ્ટમાં અગણિત બ્લાસ્ટ થશે અને વર્ષ 2016માં પ્લેશ ક્રેશ સામાન્ય બની જશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચાર વર્ષોથી મીડલ ઇસ્ટમાં એક નવો માહોલ છે. અહીંના 10 દેશોમાં પહેલાંથી જ અરબ ક્રાંતિની સાથે સિવિલ વોરની શરૂઆત થઇ.

6) નાસ્ત્રેદમસના અનુસાર યુદ્ધ તરફ મોટું પગલું ભરવામાં આવશે. મૃતકોની સંખ્યામાં વધારો થશે અને એવું બધું થશે જેના વિશે કોઇએ કલ્પના પણ નહી કરી હોય. નાસ્ત્રેદમસે ઇરાક યુદ્ધ અને આઇએસઆઇએસના ઉદ્ધવની પણ ભવિષ્યવાણી કરી હતી.

7) નાસ્ત્રેદમસના અનુસાર વ્હાઇટ હાઉસથી યુદ્ધને કોઇ મેદાનની માફક જુએ છે. આ વર્ષે તેમની પાસે ઘણી એવી યોજનાઓ છે જેના માધ્યમથી તે દુનિયાને તબાહ કરી શકે. મીડલ ઇસ્ટની સાથે અમેરિકાનો તણાવ વધશે અને સ્થિતિઓ અસાધારણ થશે.

8) નાસ્ત્રેદમસના અનુસાર આ વર્ષે સાઉથ અને નોર્થ પોલનો બરફ પીગળવાનું શરૂ થઇ જશે. નાસ્ત્રેદમસ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ પર અધ્યન કરી રહેલા વૈજ્ઞાનિકોએ પણ આ વાત કહી છે નોર્થ પોલ પહેલાંથી વધુ ગરમ થઇ ચૂક્યો છે. જો કે હજુ સુધી સાઉથે પોલ વિશે વૈજ્ઞાનિકોએ કશું કહ્યું નથી.

9) નાસ્ત્રેદમસના અનુસાર ઇઝરાઇલ પર ચારેયબાજુથી હુમલા થશે પરંતુ તેમાં પશ્વિમી દેશોની મદદ મળશે. જેથી ઇઝરાઇલ ઘણી સેનાઓ સાથે લડી શકશે અને ભવિષ્ય સારું થશે.

10) નાસ્ત્રેદમસના અનુસાર જો રશિયા, યૂરોપ અને પશ્વિમી દેશોની સાથે નહી આવે તો તેનું પગલું સાચી દિશા તરફ હશે. તમને જણાવી દઇએ કે સીરિયાના લીધે રશિયા અને અમેરિકા એકબીજાને જોવાનું પણ પસંદ નથી કરતા.

You might also like