મોદીએ રાજથી માંડીને રાજન સુધી કરી 10 મહત્વની વાત

નવી દિલ્હી : મોદીએ વડાપ્રધાન બન્યા બાદ પહેલીવાર એક ખાનગી સમાચાર ચેનલે એક્સક્લુસિવ ઇન્ટરવ્યું આપ્યો હતો. જેમાં તેઓએ મુક્ત મને એનએસજી અને તેનાં મુદ્દે ભારતની કુટનીતી, પોતાની સક્રિય વિદેશ નીતી, ભારત અને પાકિસ્તાનનાં સંબંધ અને તે અંગેની નીતી, રિઝર્વબેંક ઓફ ઇન્ડિયાનાં ગવર્નર જેવા મુદ્દે ચર્ચા કરી હતી.
– વિદેશ નીતી અંગે વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગત્ત 30 વર્ષો સુધી દેશમાં અસ્થિર સરકાર હતી. પરંતુ દેશની જનતાનો આભાર કે તેમણે અમને બહુમતી આપી. તેની અસર દુનિયાનાં વલણ પર થાય છે. દુનિયામાં ભારત પ્રત્યેવિશ્વાસ વ્યક્ત કરવા માટે મોદીનું વ્યક્તિત્વ આડુ ન આવવું જોઇે. મોદીને કોઇ ઓળખતું નહોતું જેના માટે વડાપ્રધાન તરીકે મારે પ્રો એક્ટિવ થવું પડ્યું. એક સમય હતો જ્યારે દરિયા કિનારે બેઠા આપણે માત્ર લહેરો ગણ્યા કરતા હતા પરંતુ હવે સમય પાક્યો છે કે આપણે પોતે જ સમુદ્રમાં ઉતરીએ.
– હ્યુમર અંગે તેમણે કહ્યું કે મારો સ્વભાવ હંમેશાથી મજાકીયો રહ્યો છે. જો કે હાલ એવો સમય ચાલી રહ્યો છે કે મજાક હાલ સંભવ નથી. સંસદમાંથી હસી મજાક ગાયબ થઇ ચુક્યું છે, જે ચિંતાનો વિષય છે. તમે કોઇ કહેવત પણ કહી નથી શકતા કારણ કે તેનો અર્થ ખોટી રીતે લગાવી દેવામાં આવે છે.
– પાકિસ્તાન અંગે દ્રષ્ટિકોણ બદલાવવા માટે મોદીએ મીડિયાને અપીલ કરી હતી. દરેક બાબતને પાકિસ્તાનની નજરોથી નહી જોવા માટે જણાવ્યું હતું. દરેક દેશને પોતાનાં અંગત સ્વાર્થ હોય છે. માટે અમેરિકાનું પાકિસ્તાન સાથે આવું વલણ અને ભારત સાથે આવું ને તે ઉદાહરણો યોગ્ય નથી. હવે ભારતની સ્વતંત્ર ભુમિકા છે અને ભારત એક સ્વતંત્ર દેશ છે.
– એનએસજી અંગે મોદીએ કહ્યું કે ચીન સાથે ભારતને ઘણી સમસ્યાઓ છે. જેને ધીરેધીરે હલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વૈચારિક ભિન્નતા સ્વાભાવિક છે. ચીને કેટલીક બાબતોમાં સપોર્ટ પણ કર્યો છે. એનએસજી મુદ્દે તેનાં પોતાનાં કેટલાક વિરોધ છે. ગત્ત સરકારે પણ એનએસજી માટે પ્રયાસો કર્યા હતા. જો કે અમારી સરકારે આ મુદ્દે થોડી વધારે સફળતા પ્રાપ્ત કરી લીધી છે અને આ જ કારણે અમારી સરકારની આલોચનાં પણ થઇ રહી છે.
– રઘુરામ રાજનનાં મુદ્દે મોદીએ કહ્યું કે આ મુદ્દે વિવાદ પેદા કરી રહેલા લોકો રાજન સાથે અન્યાય કરી રહ્યા છે. રાજનની દેશભક્તિ મુદ્દે કોઇ સવાલ ઉઠાવવો યોગ્ય નથી. કેટલાક લોકોનું માનવું છે કે તે મહત્વનાં પદ પર હશે તો જ દેશની સેવા કરશે, જો કે મારુ માનવું છે કે તે કોઇ પણ પદ પર હોય ક્યાંય પણ હોય તેઓ દેશની સેવા કરશે. તેમને ભવિષ્ય માટે મારી શુભકામનાઓ છે.
-સ્વામી અંગે તેમણે કહ્યું કે મારી સરકાર હોય કે પછી અન્યની પાર્ટી હોય પણ આ પ્રકારની બાબતો અયોગ્ય છે. પબ્લિસિટીનો શોખ સારો નથી. આ પ્રકારનાં શોખથી કોઇનું સારૂ નથઇ શકે. કોઇ પોતાની જાતને સિસ્ટમની ઉપર ન માનવું જોઇએ.
– ગરીબી વિકાસ અને મોંઘવારી અંગે મોદીએ કહ્યું કે મારા માટે વિકાસનો અર્થ છે કે કોઇ પણ લાભ સીધો ગરીબને મળે. ગરીબ એટલો શક્તિશાળી બને કે તે ગરીબીને ખતમ કરવાની તેનામાં તાકાત આવી જાય.સરકારની તમામ યોજનાઓ ગરીબને લાગે કે તે દેશી આર્થિક વ્યવસ્થાઓને હિસ્સો છે. મહત્તમ લોકોને રોજગાર, તેટલો જ તેનો ફાયદો. મોંઘવારી જે ગતિએ આગળ વધી રહી હતી તેને અટકાવવા માટે સરકાર ઘણા અંશે સફળ રહી છે.
– સંસદમાં કોંગ્રેસનાં વલણ અંગે મોદીએ કહ્યું કે, સંસદમાં ચર્ચા અને તર્કની સાથે વિરોધ કરવા માટે છે. તેને બચાવવાની ભાવનાં આપણાં લોકશાહી પ્રેમીઓની છે. તમામ લોકો વિપક્ષની સાથે છે વિપક્ષ પર આ પ્રકારનાં આરોપો લગાવવા ખોટા છે. વિપક્ષમાં કેટલાય દળો છે, જે ઘણા મહત્વનાં નિર્ણયમાં સરકારનો સાથ આપી રહ્યા છે. જો કે સંસદમાં એક દળ છે જેની તકલીફ છે. આખુ વિશ્વવ જાણે છે કે સંસદ નહી ચાલવા માટે કઇ પાર્ટી જવાબદાર છે. કોઇ નવુ દળ વિપક્ષમાં આવું કરે તો સમજી શકાય પરંતુ જે દળ આટલા વર્ષો સુધી સત્તામાં રહ્યું તે સંસદમાં આવુ વર્તન કરે તે યોગ્ય નથી. તમામ રાજ્ય જીએસટીનાં પક્ષે છે માત્ર એક દળ તેનાંવિરોધમાં છે. તે કોઇ કારણ વગર જ વિરોધ કરી રહ્યું છે.
– કાળા નાણા મુદ્દે મોદી બોલ્યા કે 2011થી 2014 વચ્ચે લોકોને કાળા નાણા આમ તેમ કરવાની તક આપવામાં આવી. પહેલી વાર જી-20 સમિટમાં અમારી સરકારે કાળાનાણાનો મુદ્દો ઉઠાવ્યો. સ્વિત્ઝરલેન્ડ સાથે અમારી મંત્રણા ચાલુ છે. તમામને લાગતું હતું કે મોરેશિયસ રૂટનું કંઇ થઇ શકે તેમ નથી તેને બ્લોક કરવામાં સરકારે સફળતા પુર્વક સમજુતી કરી છે.
– 2019માં બીજા કાર્યકાળની સંભવના અંગે મોદીએ કહ્યું કે ચુંટણી ઉપરાંત ક્યારે પણ રાજનીતીક બાબતોમાં હુ નથી પડતો. હું ઘણા રાજકીય ક્ષેત્રોમાં જઉ છું તમે મારા મોઢે ક્યારે પણ રાજનીતીક ટીકા કે ટીપ્પણી નહી સાંભળી હોય. મારુ ફોકસ ગવર્નસ પર રહે છે. અત્યાર સુધી ચુંટણી માટે સરકાર ચલાવાતી હતી. એવું ન થવું જોઇએ. ચુંટણી તો બાય પ્રોડક્ટ હોવી જોઇએ. લોકશાહીમાં જીત અને હાર તો નિરંતર પ્રક્રિયા છે જે ચાલતી રહે છે. સરકારનું ફોકસ દેશનાંવિકાસ પર હોવું જોઇએ.

You might also like