ભારતના ટોપ 10 બીચ

સમુદ્રનો કિનારો હોય, શાંત અને રમણીય વાતાવરણ હોય આવી જગ્યાએ ફરવા જવાનું કોને પસંદ ના પડે. ભારતમાં એવા ઘણાં સુંદર બીચ છે જે ખુબ જ સુંદર અને શાંત છે. ખાસ કરીને ગોવા અને ઓડિશાના બીચ ખુબ ફેમસ છે.

ગોવા: ગોવાના લાંબા સમુદ્ર કિનારે રજાઓ ગાળવાનું દરેકનું સમનું હોય છે. દેશના સૌથી સુંદર બીચ માટે ગોવાનું નામ મોખરે છે. પર્યટન ગોવા સરકારની આવકનો મહત્વનો સ્ત્રો છે. અહીં દર વર્ષે લાખો પ્રવાસીઓ ફરવા માટે આવે છે.

વર્લકા બીચ, કેરળ: કેરળનો વર્લકા બીચ પર્યટકોમાં ખુબ જ લોકપ્રિય છે. અહીંયા આવનારા પર્યટકો આ બીચને ક્યારેય ભુલી નથી શકતાં. બર્લકા બીચ પર ન્હાવાની મજા ખાસ છે અને તેની આજુબાજુ સારા રેસ્ટોરન્ટ પણ છે જેનું ફૂડ ખુબ જ સારું છે. અહીંયા નજીક આવેલું શ્રી જનાર્દન સ્વામીનું મંદિર ખુબ જ જાણીતું છે. જો તમે કેરળ જવાના હોવ તો વર્લકા બીચ જવાનું ના ભુલતાં.

કોવોલમ, કેરળ: કેરળનો કોવોલમ બીચ ભારતના સૌથી સુંદર બીચમાંનો એક છે. આ બીચ કેરળમાં અરબ સાગના કિનારે આવેલો છે. અહીંયા આજુબાજુ અનેક સુંદર બીચ આવેલા છે. યુરોપીય પર્યટકોએ 1930થી જ અહીં આવવાની શરૂઆત કરી દીધી હતી. આ બીચની આસપાસ આવેલા રેસ્ટોરન્ટમાં સી ફૂડ ખુબ જ સારું મળે છે.

ઋષિકોંડા બીચ, આંધ્ર પ્રદેશ: આંધ્રપ્રદેશમાં આવેલ ઋષિકોંડા બીચ તેની સુંદરતા માટે જાણીતા છે. વિશાખાપટ્ટનમ શહેર પાસે આવેલો આ બીચ બંગાળની ખાડીના કિનારે છે. આ બીચ વોટરસ્પોર્ટ્સ માટે ખુબ જાણીતો છે.

અગટ્ટી આઇલેન્ડ, લક્ષદ્વીપ: લક્ષદ્વીપનો અગટ્ટી આઇલેન્ડ મુખ્ય ભારત ભૂમિથી અલગ છે. પરંતુ તે લક્ષદ્વીપમાં જ આવે છે. ભારતીય જમીનથી 500 કિ.મી. દૂર આવેલ અગટ્ટી આઇલેન્ડ જાણે કે સપના સમાન લાગે છે. આ આઇલેન્ડ માત્ર 6 કિ.મી. જ લાંબો છે.

અંદમાન આઇલેન્ડ: અંદમાન અને નિકોબાર દ્વીપસમુહનો સૌથી મોટો દ્વીપ અંદમાનમાં છે. આ દ્વીપસમુહ મ્યાંમારથી વધારે નજીક છે. અંદમાનની સુંદરતા લોકોના મન મોહી લે છે. અંદમાન માત્ર ભારતનો જ નહીં પરંતુ દુનિયાના સૌથી સુંદર દ્વીપમાંનો એક છે.

પુરી બીચ, ઓડિશા: ઓડિશાનો પુરી બીચ પણ ખુબ જ સુંદર છે. પર્યટકોને અહીં ન્હાવાની ખુબ મજા આવે છે. પુરી બીચ પર ઓડિશાના કલ્ચરથી રૂબરૂ થવાનો અવસર મળે છે. પુરી હિન્દુઓના મુખ્ય તીર્થસ્થળોમાંનું એક છે. અહીં પુરી મહોત્સવમાં સામેલ થવાની એક અલગ મજા છે. અહીંના બીચ પર આખી દુનિયામાંથી પર્યટકો આવે છે.

ગોકર્ણ બીચ, કર્ણાટક: કર્ણાટકનો ગોકર્ણ કસબો તેના બીચના કારણે ખુબ જ જાણીતો છે. ગોકર્ણમાં ભગવાન શિવને સમર્પિત અનેક મંદિર છે. ધાર્મિક જગ્યાઓને લીધે પ્રસિદ્ધ થયેલું ગોકર્ણ અત્યારે ટૂરિસ્ટ સ્પોર્ટ તરીકે ઉભરીને સામે આવ્યું છે. ગોકર્ણ બીચ તેની સુંદરતા માટે જાણીતો છે.

મેરારી બીચ, કેરળ: કેરળનો મેરારી બીચ રાજ્યના દક્ષિણી વિસ્તારમાં આવેલો છે. આ બીચ મેરારી ગામ નીચે આવે છે. અહીંયા કોઇ મોટી રિસોર્ટ કે કંઇ જ નથી પરંતુ અહીંની સુંદરતા બેજોડ છે. આ બીચ અન્ય બીચની સરખામણીમાં ઓછો ફેમસ છે પરંતુ તે ખુબ જ સુંદર છે.

You might also like