તુવેરની દાળના જથ્થાબંધમાં ભાવ ઘટ્યાઃ છૂટકમાં ક્યારે?

અમદાવાદ: પાછલા વર્ષે તુવેરની દાળના ભાવ રોકેટગતિએ ઊછળ્યા હતા અને રૂ. ૨૦૦ પ્રતિકિલોની સપાટી છૂટક બજારમાં ક્રોસ કરી હતી ત્યારે હવે જ્યારે બજારમાં તુવેરની દાળની નવી આવક આવવાની શરૂ થઇ રહી છે ત્યારે જથ્થાબંધમાં ભાવ ધીમે ધીમે તૂટી રહ્યા છે, પરંતુ છૂટક બજારમાં ભાવ હજુ પણ મજબૂત સપાટીએ જોવા મળી રહ્યા છે.

સ્થાનિક બજારમાં તુવેરની દાળ તેલવાળીનો ભાવ રૂ. ૧૩૫થી ૧૪૦ની વચ્ચે જોવા મળી રહ્યો છે, જ્યારે તેનાથી ઊંધું તેલ વગરની તુવેરની દાળનો ભાવ ૧૪૨થી ૧૪૫ રૂપિયાની સપાટીએ જોવાયો છે, જોકે નવી આવક આવવાની સાથે જ જથ્થાબંધ બજારમાં તુવેરની દાળના ભાવમાં પ્રતિકિલોએ રૂ. ૧૦થી ૧૫નો ઘટાડો નોંધાયો છે.

સ્થાનિક બજારના હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે તુવેરની દાળના પાછલા વર્ષે રોકેટગતિએ જોવા મળેલા ભાવ ઉછાળાના પગલે સરકારે જમાખોરી સામે કાર્યવાહી હાથ ધરી હતી અને તેને કારણે મોટા પ્રમાણમાં તુવેરની દાળ સહિત અન્ય કઠોળનો માલ પણ જપ્ત કરાયો હતો. પાછળથી તે માલ બજારમાં પાછો આવ્યો છે, એટલું જ નહીં તેની સાથે સાથે નવી તુવેરની દાળની આવક પણ આવવાની શરૂ થઇ છે. આવા સંજોગામાં જથ્થાબંધમાં તુવેરની દાળના ભાવ વધુ તૂટ્યા છે. હવે જોવાનું છે કે છૂટક બજારમાં તેની ક્યારે અને કેટલી અસર થાય?

You might also like