ભકિતનાં સાધન તથા સત્સંગનો મહિમા

ભગવાનના ભકત પ્રેમસ્વરૂપ જ હોય છે જે ભકતોને ભજે છે. તે ભગવાનને ભજે છે. ભકત ભગવાનના હૃદયમાં વસે છે અને ભગવાન ભકતના હૃદયમાં વસે છે.
ભગવાન કહે છે કે સાધુ મારા હૃદયમાં છે અને હું તેમના હૃદયમાં. જે મારા સિવાય બીજા કોઇને જાણતા નથી તથા હું તેમને છોડીને અને બીજાને નથી ઓળખતા. ભરત રામને ભજે છે. રામ ભરતને. મારું માહાત્મ્ય, મારી પૂજા, મારી શ્રદ્ધા અને મારા મનની વાત તત્વથી ફકત ગોપીઓ જ સમજે છે. બીજું કોઇ નથી સમજતું. આવા પ્રેમી ભકતોમાં અને ભગવાનમાં શું અંતર છે.
જે પ્રેમથી મને ભજે છે તે મારામાં છે તથા હું તેમનામાં. આવા ભકત ભગવતપ્રેમમાં એવી રીતે તલ્લીન રહે છે કે તે પોતાના બીજા રૂપને સાક્ષાત ભગવત્વ સ્વરૂપનો અનુભવ કરવા લાગે છે.
ગોપીઓ ભગવાનને શોધની શોધતી તેમનામાં જ તન્મય થઇ જતી હોય છે. તે વખતે એવંુ જ લાગતું કે તે ભગવાનની જ લીલા કરતી હોય છે. ભગવત પ્રેમની પ્રાપ્તિ માટે આવા જ ભગવતપ્રેમી મહાપુરુષોના સંગની જ પ્રબળ ઇચ્છા થાય છે. ભગવતપ્રેમથી પ્રેમી સંત મળી જશે તથા સંત ભારતના પ્રતાપથી આપણે પાપ તાપથી છૂટીને નિમઇ ભગવતપ્રેમને પ્રાપ્ત કરી શકીએ છીએ. તેમાં એક મોટું રહસ્ય છે. માની લો કે એક મહાન પ્રતાપી રાજા છે. સાથે જ તે ખૂબ મોટો ભગવાનના પ્રેમી પણ હતા, પરંતુ દરેક સાથે નથી થતો.
રાજા રાજસભામાં અને પોતાના રાજ્યમાં પોતાનો પ્રભાવ અને ઐશ્વર્ય તો ખૂબ બતાવી શકે છે, પરંતુ પોતાના મોંથી પોતાના પ્રેમનું રહસ્ય કોઇ સામે તે કહી શકતો નથી. આ પ્રજાના રૂપમાં વિધિ મુજબ તેને મળી વિધિવત વાત કરી શકે છે, પરંતુ ન તો તે પ્રેમનું રહસ્ય પૂછી શકે છે અને ન તો તે આપણને બતાવી શકે છે. તેના પ્રેમનું ગુપ્ત રહસ્ય જાણવા ને તેના પ્રેમ રાજ્યમાં જ આપણે પ્રવેશ કરવો હોય તો તેના કોઇ અનન્ય પ્રેમીનો જેની સાથે રાજાનો વ્યકિતગત પ્રેમનો નિર્મળ સંબંધ છે અને જેની સાથે તે પરસ્પર પ્રેમની ખુલ્લી ચર્ચા
કરે છે.
સંગે કરતો હશે અને હૃદયમાં પોતાનો વિશ્વાસ પેદા કરવા તેના દ્વારા રાજાના પ્રેમનું રહસ્ય

જાણવું પડે અને તેના જ દ્વારા રાજા પાસે પોતાનો પ્રેમસંદેશ પહોંચાડવો પડે તથા પોતાની પાત્રતા સિદ્ધ કરવી પડે. જ્યારે રાજા આપણને યોગ્ય પાત્ર સમજવા લાગે તો આપણે જ તેની જેમ પ્રેમ ગોષ્ઠિમાં તન્મય થઇ શકીએ. તે આપણને તેનામાં સમાવી શકે.
જેને પણ ભગવાનના પ્રેમની પ્રાપ્તિની ઇચ્છા હોય તેણે દેવર્ષિ નાદરજીએ બતાવ્યા પ્રમાણે ચાલવું પડે. સાથે જ આવા ભગવતપ્રેમી પુરુષોના સંગની ઇચ્છા પ્રબળ સ્વરૂપે વધારવી જોઇએ, કારણ કે તેમના સંગ વગર ભગવતપ્રેમની પ્રાપ્તિ ખૂબ કઠણ છે.
આવી જ રીતે ભગવાન પોતાના નિર્ભય પ્રેમના પ્રચાર દ્વારા એવા ભકતોને મુકિતના સંપૂર્ણ અધિકારી હોવા છતાં તેમના મનમાં પ્રેમની વાસના જાગ્રત રાખ તેમને સાયુજ્ય મુકિત નથી આપતા અને તેના જ પ્રેમી ભકતો આ પ્રેમલીલા સુખને છોડી મુકિત નથી ઇચ્છતા.
સંકલનઃ
નારદ ભકિત સ્વરૂપમાંથી

You might also like