આ ટુચકાથી તમારા સર્વ દુખ થશે દુર : લક્ષ્મીજી કરશે ઘરમાં નિવાસ

અમદાવાદ :
ધનલાભ માટે
ધન તેરસની સાંજે એક શાંત રૂમમાં ઉત્તર દિશા તરફ મોઢુ કરીને પીળા આસર પર બેસો. તમારી સામે તેલનાં 9 દિપક પ્રજ્વલિત કરો. આ દિવા સાધનાકાળ દરમિયાન પ્રજ્વલિત રહેવા જોઇએ. દરેક દિવાની સામે કંકુવાળા ચોખાનો એક એક ઢગલો બનાવો. તેના પર શ્રીયંત્ર મુકી દો. આ શ્રીયંત્રને કંકુ, ફુળ, ધૂપ, તથા દીપથી પુજન કરો. આ સંપુર્ણ ક્રિયા બાદ એકપ્લેટ પર સ્વસ્તિક બનાવી તેનું પુજન કરો. હવે આ શ્રીયંત્રને પોતાનાં ઘરનાં પુજા સ્થળ પર સ્થાપિત કરો તથા અન્ય બાકીની સામગ્રીને નદી કિનારે મુકી દો. આ પ્રયોગથી તમને નવા વર્ષમાં અચાનક ધનલાભ થશે.

નોકરીમાં પદોન્નતી માટે.
દિવાળીનાં દિવસે સવારે વહેલા ઉઠીને સન્ના વગેરે કરીને સફેદ રંગના સુતરાઉ આસન બિછાવી તેના પર પુર્વ દિશાની તરફત મો રાખીને બેસો. હવે તમારી સામે પીળુ કપડુ પાથરી તેના પર 108 મણકાની સ્ફટિકની માળા મુકો તથા તેના પર કેસર છાંટીને માળાની પુજા કરો.માળાને ધુપ દિપ તથા અગરબત્તીથી પુજન કર્યા બાદ “ऊँ ह्लीं वाग्वादिनी भगवती मम कार्य सिद्धि कुरु कुरु फट् स्वाहा” મંત્રનો 31 વાર જપ કરો. આ પ્રકારે સળંગ 11 દિવસ પુજા કરવાથી માળા સિદ્ધ થઇ જશે. ત્યાર બાદ ક્યારે પણ ઇન્ટરવ્યુંમાં જાઓ અથવા મળવા માટે જાવ ત્યારે માળા પહેરીને જાવ.

મનપસંદ યુવતી સાથે લગ્ન કરવા માટે.
દિવાળીનાં દિવસો દરમિયાન કોઇ પણ એક સોમવારે એક શિવમંદિરમા જાઓ. શિવલિંગ પર દુધ,દહી,ઘી, મધ અને ખાંડ ચડાવ્યા બાદ સારી રીતે સ્નાન કરાવો. ત્યાર બાદ શુદ્ધ જળનો અભિષેક કરો. મહાદેવજીની ચંદન, પુષ્પ અને ધઉપ દીપ વગેરેથી પુજા અર્ચના કરો. તે દિવસે રાત્રે 10 વાગ્યે અગ્નિ પ્રજ્વલિત કરીને “ऊँ नम: शिवाय” મંત્રનો જાપ કરતા કરતા 108 મંત્રીની આહુતી આપી. આ નિયમ 40 દિવસ સુધી અથવા પાંચ લાખ માળા જપીને ભગવાન શિવની સન્મુખ કરો. તેનાથી તમારી મનોકામના પુર્ણ થશે.

પતિ પત્નિનાં સંબંધોમાં અનુકુળતા માટે
જો પતિ પત્ની વચ્ચે સંબંધોમાં ખટાશ આવી ગઇ હોય તો દિવાળીમાં આ ટુચકાનો ઉપયોગ કરો. દિવાળીનાં દિવસે સન્ના કરીને નીચે આપેલ મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા 108 આહુતી આપો. જેનાથી મંત્ર સિદ્ધ થઇ જશે. ત્યાર બાદ રોજિંદી રીતે સવારે ઉઠીને પુજા કરતીને આ મંત્રનો 21 વાર જાપ અવશ્ય કરો. જો શક્ય હોય તો તમારા જીવન સાથી પાસે પણ આ મંત્રનો જાપ કરવાનો જેનાથી સમગ્ર જીવનમાં દરમિયાન સંબંધો મધુર રહેશે.
મંત્ર
सब नर करहिं परस्पर प्रीति। चलहिं स्वधर्म निरत श्रुति नीति।।

ધનવાન બનાવા માટે.
* દિવાળી દરમિયાન એક પીપળાનાં પત્તા પર રામનું નામ લખો તથા સાથે કોઇક મીઠાઇ મુકીને હનુમાનજીની પ્રતિમા આગળ અર્પણ કરો. આ ઉપાસ સતત 9 દિવસ સુધી કરવાથી ઝડપી ધનપ્રાપ્તિ થાય છે.
* દિવાળીમાં કોઇ પણ દિવસે ભગવાન શિવને સવારે સ્નાન કરાવ્યા બાદ વિધિવત્ત પુજા અર્ચના કરી ચોખા તથા બિલિપત્ર ચડાવો. ટુંકમાં જ ધન આવવાનું શરૂ થઇ જશે.

You might also like