13 માર્ચનું રાશિ ભવિષ્ય

મેષ (અ,લ,ઈ) : આવતી કાલનો દિવસ આ રાશિના જાતકો માટે ઠીકઠાક છે. ક્યાંકથી નાની-મોટી મુશ્કેલીઓ આવે.  દિવસ દરમિયાન પારાવાર તકલીફ ઉભી થાય. સાંજ પછી ખૂબ આનંદના સમાચાર મળે. નાનો મોટો પ્રવાસ થાય.

વૃષભ (બ,વ,ઉ) : આ રાશિના જાતકો તેમના રાશિ સ્વભાવ મુજબ થોડાક વિચિત્ર હોવાથી નજીવી બાબતમાં ઝઘડી પડતા હોય છે. તેથી મન ઉપર શાંતિ રાખીને િદવસ પસાર કરવો. વિદ્યાર્થી મિત્રો તથા સ્ત્રીઓ માટે ઉત્તમ દિવસ.

મિથુન (ક,છ,ઘ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ જ બેચેનીમય રહેશે. ન ધારેલી મુશ્કેલીઓ આવે. મન આખો દિવસ અશાંત રહે. બપોર પછી એકાદ મોટા પ્રવાસનો યોગ છે, તેનાથી ભવિષ્યમાં લાભ થાય.

કર્ક (ડ,હ) : કર્ક રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ઉત્તમ છે. િદવસ દરમિયાન ખૂબ લાભ થાય તેવા સમાચાર મળે. પત્ની બાળકો તરફથી લેણું છે. વિદ્યાર્થી મિત્રોએ કાળજીથી અભ્યાસ કરવો.

સિંહ (મ,ટ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ઉત્તમ છે. ઓફિસમાં બોસ તરફથી શાબાશી મળે. ધંધામાં અણધાર્યો લાભ થાય. વિદ્યાર્થી તથા સ્ત્રીઓ માટે આવતી કાલનો દિવસ ઠીક છે.

કન્યા (પ,ઠ,ણ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ ઉત્તમ છે. દિવસ દરમિયાન નાના-મોટા પ્રવાસ થાય. આ પ્રવાસથી લાભ પણ થઈ શકે છે. સ્ત્રીઓ માટે આવતી કાલનો દિવસ મજાનો રહે.

તુલા (ર,ત) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ઠીક છે. શિવની ઉપાસના કરવાથી અનેક લાભ થતા જોવા મળે. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો. સ્ત્રીઓ માટે તબિયત સાચવવાના દિવસ છે.

વૃશ્ચિક (ન,ય) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ ઉત્તમ છે. કોઈ વિજાતિય વ્યક્તિ તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. અણધારી મદદ મળે. શિવજીની ઉપાસના કરવાથી દિવસ મજાનો પસાર થાય.

ધન (ભ,ધ,ફ, ઢ) : આવતી કાલનો દિવસ આ રા્શિના જાતકો માટે મિશ્ર ફળદાયી છે. નાના મોટા અનેક લાભ થવાની શક્યતા છે. બપોર પછી ટેન્શન રહે. સાંજે ખૂબ રાહત મળે. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો.

મકર (ખ,જ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ પ્રમાણમાં ઠીક છે. જો તમે ગણેશ ઉપાસના કરશો તો તમારા માટે ખૂબ સારું છે. ગણેશજી વિઘ્નહર્તા હોવાથી તમારું કલ્યાણ થશે. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો. સ્ત્રીઓ માટે મધ્યમ દિવસ છે.

કુંભ (ગ,શ,સ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ વિનાવિઘ્ને પસાર થાય. દિવસ દરમિયાન કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. અવિવાહિત માટે લગ્નનો યોગ છે. વિદ્યાર્થીઓએ કાળજીથી અભ્યાસ કરવો. સ્ત્રીઓ માટે ઉત્તમ દિવસ છે.

મીન (દ,ચ,ઝ,થ) : આ રાશિના જાતકો માટે આવતી કાલનો દિવસ ખૂબ ઉત્તમ છે. ન ધારેલા લાભ થાય. નાનો મોટો પ્રવાસ થાય. પ્રવાસના કારણે ભવિષ્યમાં લાંબો ફાયદો થાય. હનુમાનજીની ઉપાસના કરવાથી ખૂબ લાભ થશે. આ રાશિના જાતકો ચંચળ સ્વભાવના હોવાથી મન મક્કમ રાખવું.

You might also like