અાવતી કાલથી કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશનની અોનલાઈન પ્રોસેસ શરૂ

અમદાવાદ: કેન્દ્રીય વિદ્યાલયમાં ધો.૧માં પ્રવેશની કાર્યવાહી તા.૮ ફેબ્રુઆરીથી શરૂ થશે. પ્રવેશ માટે ઓનલાઇન ર‌િજસ્ટ્રેશન હવે એક કોમન વેબસાઇટ પરથી થઇ શકશે.  એડમિશન ઓનલાઇન ફોર્મ ભરવા માટે વાલીઓએ www.darpan.kvs.gov.inની વેબસાઇટ પર ઓનલાઇન એડમિશનમાં લોગઇન કરવાનું રહેશે, જેમાં સ્કૂલનો વિકલ્પ મળી રહેશે. ઓનલાઇન ર‌િજસ્ટ્રેશન ૮ ફેબ્રુઆરીથી શરૂ થશે, જે ૧૦ માર્ચ, ર૦૧૭ના રોજ ૧ર કલાકે પૂૂર્ણ થશે. રપ રિજિયનના લિસ્ટ અન્વયે ગુજરાતના વાલીઓએ ગુજરાત રાજ્ય અને જેે તે જિલ્લાની શાળાનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

આ વેબસાઇટ પર વાલીએ ર‌િજસ્ટ્રેશનમાં અરજદારનું નામ, પેરન્ટ્સની માહિતી, શાળાનું નામ વગેરે જરૂરી તમામ માહિતીઓ ફોર્મમાં ભરી દીધા બાદ સબમિટ ઓપ્શનમાં જઇને ક્લિક કરવાનું રહેશે. ર‌િજસ્ટ્રેશન ફોર્મમાં સિંગલ ચાઇલ્ડ અથવા સિંગલ પેરન્ટ્સનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે. સિંગલ પેરન્ટ્સ કે સિંગલ ચાઇલ્ડ માટે અલગ ક્વોટા ફાળવવામાં આવ્યો છે. રાજ્યમાં ૩ર કેન્દ્રીય વિદ્યાલય આવેલ છે, જેમાં અમદાવાદની ૪ શાળાઓનો સમાવેશ થાય છે. કેન્દ્રીય વિદ્યાલયની વેેબસાઇટ પર ઓનલાઇન હેલ્પ ડેસ્કની સુવિધા પણ આપવામાં આવી છે.

દરેક શાળાઓમાં ૮ થી ૧૦ માર્ચ સુધી સવારના ૧૦ થી ૧ર કલાક માટે હેલ્પ ડેસ્ક પણ ખુલ્લાં રહેશે, જેથી વાલીને ઓનલાઇન ફોર્મ ભરવામાં કોઇ મુશ્કેલી આવે તો તે શાળાના હેલ્પ ડેસ્ક અથવા ૦૧૧-ર૬૭૪૧ર૭૧ નંબર પર ફોનથી મદદ મેળવી શકાશે.

દર વર્ષે કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન મેળવવા માટે જુદી જુદી વેબસાઇટ હતી. આ વર્ષથી એક જ વેબસાઇટ દ્વારા કોઇ પણ વાલી દેશના કોઇ પણ કેન્દ્રીય વિદ્યાલયમાં ઘેરબેઠાં એડમિશન પ્રક્રિયા ઓનલાઇન કરીને ધો.૧ માં તેમના સંતાનને એડમિશન અપાવી શકાશે.
http://sambhaavnews.com/

You might also like