વેજ બિરયાની સાથે ખાવ ટામેટાનું રાયતું

સામગ્રી:
1 કપ તાજું દહીં
1/2 કપ ઝીણું સમારેલું ટામેટું અથવા એક મોટું ટામેટું
ઝીણી સમારેલી 1 ચમચી ફુદીના પાન અથવા કોથમીરના પાન
1 ઝીણું સમારેલું લીલું મરચું
1/2 ચમચી શેકેલું જીરું પાવડર
મરી જરૂરીયાત અનુસાર

બનાવવાની રીત: તાજા ઠંડા દહીંને સારી રીતે ક્રશ કરી દો. ત્યારબાદ એમાં ઝીણું સમારેલું ટામેટું, ફુદીના પાન અથવા કોથમીરના પાન, સમારેલું મરચું અને શેકેલું જીરૂ પાવડર મિક્સ કરો. ઉપરથી એમાં મરી પાવડર નાંખો. હવે એને બરોબર મિક્સ કરીને એને સર્વિંગ બાઉલમાં નાંખો અને બિરયાની અથવા વેજ પુલાવ સાથે સર્વ કરો.

You might also like