ઘરે ગરમાગરમ રોટલા સાથે બનાવો ગાર્લિક ટોમેટો ચટણી

સામગ્રીઃ
તેલઃ 1 ટીસ્પૂન
બારીક (ઝીણી) સમારેલ સ્પ્રિંગ ઓનિયન વ્હાઇટઃ 1/4 કપ
સમારેલ લસણઃ 1 ટીસ્પૂન
કાશ્મીરી રેડ મિર્ચઃ 2
સમારેલ ટામેટાઃ 1 કપ
પાણીઃ 2 ટીસ્પૂન
ટોમેટો કેચઅપઃ 1 ટીસ્પૂન
બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન ગ્રીનઃ 1 ટીસ્પૂન
બારીક સમારેલ કોથમીરઃ 1 ટીસ્પૂન
મીઠું: સ્વાદ અનુસાર

રીતઃ
સૌ પ્રથમ એક પેન લો. તેમાં તેલ નાખવું અને તેને ગરમ કરો. પછી તે ગરમ થાય એટલે બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન વ્હાઇટ તેમાં નાખી તેને 1 મિનીટ સુધી હલાવતા રહેવું. ત્યાર બાદ તેમાં સમારેલ લસણ નાખી એક મિનીટ સુધી તેને સાંતડવું.

હવે આ મિશ્રણમાં કાશ્મીરી રેડ મિર્ચ, સમારેલા ટામેટા તેમજ પાણી નાંખીને આશરે 10 મિનીટ સુધી તેને કૂક થવા દેવું. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ટોમેટો કેચ અપ નાખીને બાફેલ ટામેટાંને ચમચા વડે છુંદી નાંખવા. હવે આમાં બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન ગ્રીન અને બારીક સમારેલ કોથમીર નાખીને મિક્ષ કરવું. તો લો હવે તૈયાર છે ગાર્લિક ટોમેટો ચટણી.

You might also like