ટામેટાં ત્વચા પર કરચલીઓ પડતી અટકાવે

સૂર્યના કિરણો ત્વચાને ટેન બનાવે છે અને ત્વચા પર કરચલીઓ પડવા લાગે છે. અા અસરોથી બચવું હોય તો ટામેટાં ખાઓ અને ટામેટાં લગાવો. કેટલાક લોકો ટામેટાંમાંથી મળતા લાઈકોપેન અને લ્યુટેન નામના તત્વના સપ્લિમેન્ટ પણ લેતા હોય છે. જર્મનીના સંશોધકોનું કહેવું છે કે લાઈકોપેન એન્ટિ ઓક્સિડન્ટ દ્રવ્ય જેવું કામ અાપે છે. તે ત્વચામાં થતું ઓક્સિડેશન અને ડેમેજ બંને ઘટાડે છે. અલ્ટ્રા વાયોલેટ કિરણોને કારણે ત્વચા ડેમેજ થાય, કરચલીઓ પડે અને કાળાશ અાવવા લાગે તે પહેલાં ટામેટાંનો ઉપયોગ વધારવો જોઈએ.

You might also like