છેલ્લી ચાર વન-ડેમાં કેટલીક ભૂલો અમારે સુધારી લેવી પડશે: લાથમ

ધરમશાલા: ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન ટોમ લાથમે કહ્યું કે તેની ટીમે વર્તમાન પ્રવાસનો સુખદ અંત લાવવા હાલ રમાઈ રહેલી વન ડે શ્રેણીમાં બાકી રહેતી ચાર મેચમાં પોતાની કેટલીક ભૂલ સુધારવી પડશે. ત્રણ ટેસ્ટ મેચની ટેસ્ટ શ્રેણીમાં સંપૂર્ણપણે રકાસ થયા પછી ન્યૂઝીલેન્ડ અહીંની પહેલી એક દિવસીય મેચ પણ છ વિકેટથી ગત રવિવારે હારી જતાં તેનો નિષ્ફળતાક્રમ ચાલુ રહ્યો હતો. ભારતની ટીમે આ મેચ જીતી પાંચ મેચની વન-ડે શ્રેણીમાં ૧-૦થી સરસાઈ લીધી હતી.

“આ પ્રવાસમાં અમે ઇચ્છીએ છીએ એવું પરિણામ હજી સુધી લાવી શક્યા નથી, પણ શ્રેણીમાં હજી ચાર મેચ બાકી છે અને તેમાં અમે અમારા સારા દેખાવની આશા રાખીએ છીએ’ એમ પોતાની નિરાશા વ્યક્ત કરતા લાથમે ઉમેર્યું હતું કે, ”આશા રાખીએ કે અમે કેટલીક ભૂલ સુધારી સારો દેખાવ કરીશું.”

You might also like