500-1000 નોટ Effect, નેશનલ હાઇવે બન્યા ટોલ ફ્રી

નવી દિલ્હી: દેશમાં મોટી મોટો બંધ થવાના કારણે લોકોએ ઘણા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દૂધની દુકાનથી લઇને પેટ્રોલ પંપ સુદી લોકોને 500 અને 1000ની નોટ ચલાવવામાં સમસ્યા થઇ રહી છે. આ વચ્ચે કેન્દ્ર સરકારે એ દરેક નેશનલ હાઇવેને ટોલ ફ્રી કરી દીધા છે. કેન્દ્રય પરીવહન મંત્રી નિતીન ગડકરીએ આ માટેની જાહેરાત કરી છે. તેમણે ટ્વિટર પર આ માટેની જાણકારી આપી છે. ગડકરીએ જણાવ્યું કે 11 નવેમ્બરની અડધી રાત સુધી દેશના દરેક નેશનલ હાઇવે ટોલ ફ્રી રહેશે.


આ પહેલા 500 અને 1000ની નોટ રાખવાના કારણે યાત્રીઓને ટોલ પર ઘણા લાંબી લાઇનોનો સામનો કરવો પડતો હતો. જોરદાર ટ્રાફિક જામના કારણે કેટલીક જગ્યા પર ટોલ ફ્રી બંધ કરી દેવામાં આવ્યો.

નોંધનીય છે કે પ્રધાનમંત્રીએ રાતોરાત 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લાદી લેવાને કારણે દરેક લોકોને આ પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. બેંકો અને એટીએમ મશીન પણ બે દિવસ સુધી બંધ હોવાને કારણે લોકોને પૈસા ઉપાડવામાં પણ સમસ્યા થઇ રહી છે.

You might also like