અમદાવાદ-વડોદરા વેના બમણાં ટોલથી ગુજરાત કોંગ્રેસનો વિરોધ

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ દ્વારા હાલમાં ટોલટેક્સમાં પેસેન્જરો પાસેથી કરોડો રૂપિયાની ભાજપ ઉઘાડી લૂંટ કરી રહ્યું છે એવો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ટોલટેક્સ તાત્કાલિક અસરથી બંધ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ આંદોલનાત્મક કાર્યક્રમ આપશે.

આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર હાલમાં અમદાવાદ-વડોદરા વચ્ચેના જૂના રોડ પર બમણાં કરતાં વધારે ટેક્સ લેવામાં આવી રહ્યો છે એટલે કે અમદાવાદ-મુંબઇ એક્સપ્રેસ હાઇવે કરતાં પણ અમદાવાદ-વડોદરા હાઇવે પર રૂ. 350 જેટલો અસહ્ય ટોલટેક્સ ઉધરાવવામાં આવે છે. ડબલ કરતાં વધારે લેવામાં આવતો ટોલટેક્સ તાત્કાલિક અસરથી બંધ કરવો જોઈએ, જો આવું નહિ થાય તો કોંગ્રેસ આંદોલનાત્મક કાર્યક્રમ આપશે.

જો કે અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા સુધી કારમાં જવા માટે રૂ.૯૦ની ઉઘરાણી કરવામાં આવે છે. જ્યારે અમદાવાદથી વડોદરા જવાના જૂના રોડ બે ટોલ પ્લાઝા ખાતે કુલ રૂ. ૧૭૫ ઉઘરાવવામાં આવે છે.
કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ટોલટેક્સ માટે કોઈ ચોક્કસ નીતિના અભાવે કોન્ટ્રાક્ટ મેળવનારી એજન્સીઓને પણ જલ્સા પડી જાય છે. જે તે રોડ અને પુલના બાંધકામ પછી બે-પાંચ વર્ષના નિયત સમય માટે નિશ્ચિત ટોલટેક્સ લેવાના બદલે એજન્સીઓ સમયાંતરે અસહ્ય ભાવ વધારો ઠોકી બેસાડે છે.

નોંધનીય છે કે અમદાવાદથી વડોદરા હાઇવે પર ટોલટેક્સના મુદ્દે ભારે હોબાળો થયો હતો. ત્યારે ડિસેમ્બર મહિનામાં ટોલટેક્સ ઘટાડવા માટેની વિચારણા કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી સરકાર દ્ધારા ટોલટેક્સ ઘટાડવાના મુદે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

visit: http://sambhaavnews.com/

You might also like