જાપાનમાં 54 વર્ષનો તૂટ્યો રેકોર્ડ, નવેમ્બરમાં હિમવર્ષાથી લોકોમાં ક્યાંક આનંદ તો ક્યાંક આશ્ચર્ય

જાપાનના ટોકિયોમાં 54 વર્ષમાં પહેલી વાર નવેમ્બર માસમાં હિવર્ષા થઈ છે. નવેમ્બરનો પહેલો બરફ જોઈને લોકોમાં ક્યાંક આનંદ છે તો ક્યાંક આશ્ચર્ય. બરફવર્ષાથી શહેરમાં ટ્રાફિક ખોરવાઈ ગયો હતો અને વીજળીની માંગવામાં વધારો જોવા મળ્યો હતો.

1ac63c44-b1fa-11e6-b17d-d6b2ebc6f34a_486x 1e24745a-b1fa-11e6-b17d-d6b2ebc6f34a_486x

ટોકિયોમાં છેલ્લી વાર નવેમ્બરમાં હિમવર્ષા થઈ હતી ત્યારે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હતા અને એ વર્ષે શીનો-ઇન્ડો યુદ્ધ લાડાયું હતું. એમેરિકામાં જોન એફ કેનેડી રાષ્ટ્રપતિ હતા. જાપાનમાં શરૂ થયેલો બરફ પહેલા સ્લીટના રૂપમાં પડ્યો એટલે કે હિમ અને વર્ષાનું મિશ્રણ. અને પછી સમગ્ર ટોકિયોમાં ઠંડીનું મોજું છવાઈ ગયું. અને જોત જોતામાં શૂન્ય ડિગ્રી સેલ્સિયસ પછી સારો એવો બરફ પડ્યો હતો.

 

 

87ea34d8-b1fa-11e6-b17d-d6b2ebc6f34a_660x385  2cac844a-b1fa-11e6-b17d-d6b2ebc6f34a_660x385 9a01f804-b1fa-11e6-b17d-d6b2ebc6f34a_1280x720 9b52eda0-b1fd-11e6-b17d-d6b2ebc6f34a_660x385 25fa8afc-b1fa-11e6-b17d-d6b2ebc6f34a_660x385 27a1abc4-b1fa-11e6-b17d-d6b2ebc6f34a_660x385

વર્ષના આ સમયગાળા દરમિયાન એવરેજ તાપમાન 14 ડિગ્રી સેલ્સિય હોય છે જે હાલમાં રવિવારના મહત્તમ 20 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઘણા લોકો નવેમ્બરમાં હિમવર્ષા જોઈને ચોંકી ગયા હતા. જાપાનમાં મોટા ભાગે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બરફ પડતો હોય છે.

You might also like