ટોક્યો છે વિશ્વનું સૌથી પ્રામાણિક શહેર

અા દુનિયામાં હવે પ્રામાણિકતા જેવું કશું રહ્યું જ નથી એવું માનતા હો તે તમારે એક વખત જાપાનના ટોક્યોમાં ફરી અાવવું જોઈએ, કેમ કે ત્યાંના મેટ્રોપોલટન પોલીસ-િડપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં અાવેલા અાંકડા જોઈને એવું લાગે છે કે એ વિશ્વનં સૌથી પ્રામાણિક શહેર છે. ત્યાંના લોકોને ચાવી, ચશ્મા કે અન્ય વસ્તુઓથી લઈને રોકડ રકમ પણ મળે તો સીધી પોલીસ પાસે જઈને જમા કરાવી અાવે છે. અા રીતે ગયા વર્ષે ત્યાંની પોલીસને બે અબજથી પણ વધુ રૂપિયા મળ્યા હતા. એમાંથી પોણા ભાગની રકમ એના મૂળ માલિકો સુધી પહોંચી પણ ગઈ છે. વિશ્વના ૧૮ વિકસિત દેશોની સરખામણીમાં અા રકમ સૌથી મોટી છે.
http://sambhaavnews.com/

You might also like