78 કરોડમાં વેચ્યું ટોઇલેટનું પાણીઃ હવે તેમાંથી નીકળતા ગેસમાંથી ચાલે છે 50 બસ

નવી દિલ્હી: ટોઇલેટનાં પાણીને પણ કોઇ ખરીદી શકે તે સાંભળીને હેરાની થશે. નાગપુરમાં સરકારી એજન્સીએ ટોઇલેટનાં પાણીને ૭૮ કરોડ રૂપિયામાં વેચી દીધું છે. હવે તેના દ્વારા નાગપુર શહેરમાં પ૦ એસી બસ ચાલી રહી છે.

કેન્દ્રીય વાહન વ્યવહાર પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું કે નાગપુરમાં વૈકલ્પિક ફયુઅલને લઇને ઘણા પ્રયોગ થયા છે. તેમાંથી એક ટોઇલેટનાં પાણીમાંથી બાયો સીએનજી કાઢીને તેમાંથી બસ ચલાવવાનો છે. હાલમાં આવી પ૦ બસ ચાલી રહી છે.

ગડકરીએ જણાવ્યું કે પેટ્રોલિયમ મંત્રાલય હેઠળ કામ કરનારી તેલ અને ગેસ કંપનીઓ સાથે એક કરાર કરાયો છે. જે હેઠળ ગંગા કિનારે વસેલા ર૬ શહેરોને લાભ થશે.

તેમણે જણાવ્યું કે પાણીની ગંદકીમાંથી નીકળતા મિથેન ગેસથી બાયો સીએનજી તૈયાર કરાશે. તેમાંથી ૬૦ શહેરોમાં સિટી બસ ચાલી શકશે. આ કામમાંથી પ૦ લાખ યુવાનોને રોજગારી પણ મળશે અને ગંગાની સફાઇ પણ થશે.

ગડકરીએ જણાવ્યું કે આપણા દેશમાં કોલસાની કોઇ કમી નથી. તેમાંથી મિથેન ગેસ કાઢીને મુંબઇ, પુણે અને ગૌહાટીમાં સિટી બસ ચલાવવાની તૈયારીઓ ચાલી રહી છે. રૂ.૬ર પ્રતિ લિટર ડીઝલની જેમ જ કામ કરનાર મિથેનની કિંમત રૂ.૧૬ છે. તેમણે એમ પણ જણાવ્યું કે દેશમાં વૈકલ્પિક ફયુઅલને લઇને ઘણા બધા પ્રયોગો થઇ રહ્યા છે.

You might also like