ખેતરો અને મેદાનમાં શૌચક્રિયા કરનારનું રેશનકાર્ડ કેન્સલ થશે

ભોપાલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં લાગેલી મધ્ય પ્રદેશ સરકારે હવે સ્વચ્છતા માટે કમર કસી લીધી છે. સરકારે નક્કી કર્યું છે કે આત્મરક્ષા માટે બંદૂકનું લાઈસન્સ લેનારી વ્યક્તિ જો ખેતર કે મેદાનમાં શૌચક્રિયા કરવા જશે તો તેનું લાઈસન્સ રદ કરી દેવાશે એટલું જ નહીં એવા લોકોનું રેશનકાર્ડ પણ રદ કરી દેવાશે.

પ્રદેશના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજપ્રધાન પ્રધાન ગોપાલ ભાર્ગવના જણાવ્યા મુજબ પ્રદેશના તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ અપાયાે છે. જો બંદૂક રાખનારી વ્યક્તિ લોટો લઈને ખેતર તરફ જતી દેખાય અને કોઈ વ્યક્તિ કલેક્ટરને ફરિયાદ કરે તો તેનું લાઈસન્સ રદ થઈ જશે.

ભાર્ગવે એક સેમિનારમાં કહ્યું કે ઘરના શૌચાલયનો ઉપયોગ કરવા માટે કેટલાંક સખત પગલાં ભરવાં પડશે. પ્રધાનના જણાવ્યા મુજબ જે લોકો સરકારી યોજનાઓનો લાભ લઈ રહ્યા છે તેમની સાથે સરકાર પણ સખતાઈથી વર્તશે. ખુલ્લામાં શૌચક્રિયા કરનાર લોકોનું રેશનકાર્ડ પણ રદ કરી દેવાશે. કલેક્ટર અને સીઈઓને આમ કરવાની આઝાદી અપાઈ છે.

You might also like