ટોઇલેડ-કમોડ અને બલૂન-બર્ડ હવામાં

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં ૧૯૭૬ની સાલથી દર વર્ષે જીમ્બા ફે‌સ્ટિવલ યોજાય છે. ચેરિટી ભંડોળ એકઠું કરવા માટેની આ ઇવેન્ટમાં યારા નદી સામે લોકો હોમમેડ ફ્લાઇંગ પ્લેન લઇને હવામાં ઊડવાનો પ્રયાસ કરે છે. બર્ડમેન રેલી તરીકે જાણીતા આ કાર્યક્રમમાં સ્પર્ધકો કોઇ જ મશીનરી વિનાનાં તકલાદી અને ક્રિએટિવ પ્લેન બનાવે છે.  આ વર્ષે એક વ્યક્તિનું પ્લેન ટોઇલેડ-કમોડના શેપનું હતું અને બીજી એક  વ્યકિત બલૂનથી બનેલું પંખી બનીને કૂદ્યા હતા.

You might also like