સંગ સંગ રંગ રંગ હોળી

હોળી ધૂળેટી એ રાખ અને રંગનાં પર્વો છે. હોળી પર્વ એ આસુરી તત્ત્વોને બાળી તેને ભસ્મીભૂત કરનાર પર્વ છે. જ્યારે ધુળેટીએ સુક્કા ભઠ પડી
ગયેલાચને ભીતરને લાગણી અને રંગોથી ભીનું કરવાનું પર્વ છે. ધુળેટીના દિવસે જે કોરો રહે છે અેને આકાશનાં સર્વ વાદળો પણ ભીંજવી ના શકે. હોળી ધુળેટી એટલે જંગ અને રંગનું થનગનાટી મિલન.
ગચ્છ ગૌત્તમશીઘ્રત્વં ગ્રામેષું નવારેષુ ચ.
અશનં વસવં ચૈવ તામ્બુલમતંત્ર કલ્પય।।
ઉપરનો મંત્ર હોળીની રાત્રે વિધિપૂર્વક એક માળા જપ કરવાથી સિદ્ધ થાય છે. હોળીની રાત્રે પ્રગટતી જ્વાળાનો ધુમાડો કઈ દિશામાં જાય છે તેના પરથી પણ કેટલોક વરસાદનો અંદાજ મુકાય છે. ભારતીય જન જીવનમાં હોળી એક મુખ્ય તહેવાર છે. ફાગણ સુધી પૂનમના દિવસે ગુજરાતના ગામે ગામ હોળી પ્રગટાવવામાં આવે છે. ગામ લોકો હોળી માતાનાં દર્શન કરી હોળીમાં ધાણી, ચણાને ખજૂર નાખે છે. ખેડૂતો ડકલનો પૂળો હોળીની ઝાળે અડાડીને ઘરે લઈ જાય છે. કહેવાય છે કે આથી પશુધન રોગચાળાથી બચી જાય છે.
હોળાક, ફાલ્ગુન, હોળિકાત્સવ, હોળિકા, અને હોળશી તરીકે ઓળખાય છે. આ તહેવારનો સીધો જ સંબંધ બાળક પ્રહલાદ સાથે જોડાયેલ છે. પ્રહલાદ વિષ્ણુનો ભક્ત હતો. પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ પોતાને ભગવાન માનતા હતા અને પ્રજા પાસે એવી અપેક્ષા રાખતા હતા કે પ્રજા પણ તેમને ભગવાન માની તેમની પૂજા કરે. પ્રહલાદને ભગવાન વિષ્ણુ પર અતૂટ શ્રદ્ધા હતી તેથી અડગ રહીને વિષ્ણુ ભગવાનની પૂજા કરતો હતો. હિરણ્યકશ્યપની બહેન હોલિકાને અગ્નિની જ્વાળાથી મૃત્યુ થાય નહીં તેવું વરદાન મળ્યું હતું. એક િદવસ લાકડાઓના ઢગલો કરાવી તેમાં આગ લગાવી જ્યારે તેમાંથી અગ્નિ જ્વાળાઓ નીકળવા લાગી ત્યારે હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને બેસી ગઈ. પરંતુ દેવયોગથી પ્રહલાદ બચી ગયોે.
આ દિવસે મનુ ઋષિનો જન્મ થયો હોવાથી મન્વાદિ તિથિ તરીકે ઓળખાય છે.
– પુરાણો અનુસાર જ્યારે ભગવાન શંકરે પોતાની ક્રોધાગ્નિથી કામદેવને ભસ્મ કરી દીધો, ત્યારથી આ તહેવાર ઉજવાઈ રહ્યો છે તેવી માન્યતા જોવા મળે છે.
– વિવાહ પછી નવવધૂએ હોળીના તહેવાર પહેલાં સાસુ સાથે રહેવાનું અપશુકન ગણાય છે અને આની પાછળ એવી માન્યતા છે કે હોળિકા મૃત સંવત્સરનું પ્રતીક છે.
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like