માર્કેટમાં એક સાથે એક ફ્રી સ્કીમની ફરી બહાર આવશે

નવી દિલ્હી: એફએમસીજી, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ઉપરાંત ફૂડ અને રિટેલ ચેઇન્સ દ્વારા એક સાથે એક ફ્રી, ફ્રી સેમ્પલ અને વધુ ક્વોન્ટિટી, ભાવ જેવી માર્કેટિંગ સિસ્ટમ હવે લાંબો સમય ટેક્સેબલ રહેશે નહીં અને તેથી બજારમાં ફરી એક વખત એક સાથે એક ફ્રી સ્કીમની મોટી બહાર આવશે.

આ સેક્ટરની કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવતી એક સાથે એક ફ્રીની સ્કીમ પર ગઇ સાલ જીએસટી લાગુ થવાથી ટેક્સેબલ થઇ હતી અને તેથી ટેક્સ સત્તાવાળાઓએ કંપનીઓને નોટિસ મોકલી આપી હતી, પરંતુ હવે જીએસટી સાથે સંકળાયેલા નિર્ણય લેનારી ટોચની સંસ્થા જીએસટી કાઉન્સિલના અધિકારીઓની પેનલે ફ્રી બિઝ પરથી જીએસટી હટાવવાની ભલામણ કરી છે, જોકે આખરી નિર્ણય કાઉન્સિલ લેશે.

જો જીએસટી હટાવી દેવામાં આવશે તો બજારમાં ફરીથી એક સાથે એક ફ્રીની યોજનાઓની ભરમાર મોટા પાયે ચાલુ થશે. જો જીએસટી હટી જશે તો એક સાથે એક ફ્રી જેવી પ્રમોશનલ સ્કીમ બજારમાં વધુ લોકપ્રિય બનશે અને ગ્રાહકોને ફાયદો થશે.

You might also like