લિથિયમ બેટરી ગળી જવા છતાં બે વર્ષની બાળકી બચી ગઈ

લંડન: ઇંગ્લેન્ડના શેફીલ્ડ ટાઉનમાં બે વર્ષની સોફી નામની બાળકી રમતાં-રમતાં છૂટી રખડતી એક લિથિયમ બેટરી ગળી ગઈ હતી. અે પછી થોડીવારે તે અેટલી જોરજોરથી રડવા લાગી કે પહેલાં તો તેની મમ્મીને સમજાયું નહીં કે તેને શું થયું છે. તે કંઈક ગળી ગઈ છે એવી ખબર પડતાં તેની મમ્મી તરત જ હોસ્પિટલ લઈ ગઈ. અને એક્સ-રે કાઢતા ખબર પડી કે તે નાની લિથિયમ બેટરી ગળી  ગઈ છે. તરત સર્જરી કરીને અે બેટરી કાઢી લેવાઈ.

You might also like