સંસદમાં આજે પણ હંગામાની શક્યતા

રાજ્યસભામાં રોહિત વેમુલા પર થયેલી ચર્ચા પર સ્મૃતિ ઇરાનીએ આપેલા જવાબથી ગઇ કાલે સંસદમાં હંગામો મચ્યો હતો. સ્મૃતિ ઇરાનીએ કહ્યું હતું કે દુર્ગા પૂજા પર જેએનયુમાં મહિષાસુરની પૂજા થઇ, આ નિવેદનથી સંસદમાં આજે પણ હંગામાની શક્ય છે. સ્મૃતિના આ નિવેદન પર ગઇ કાલે આનંદ શર્માએ વિરોધ કર્યો હતો અને કોંગ્રેસે આ મામલે  સ્મૃતિ ઇરાની માફી માંગે તેવી માગણી કરી હતી.

આ ઉપરાંત ગુરૂવારે રાજ્યસભામાં જેએનયુ અને પટિયાલા હાઉસ કોર્ટમાં મારપીટના મામાલે કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહઅ જવાબ આપી રહ્યાં હતા ત્યારે પણ કોંગ્રેસે વોક આઉટ કર્યું હતું. વિપક્ષે મોદી સરકાર પર કોર્ટ પરિસરમાં કન્હૈયા સાથે મારપીટના આરોપી વકિલ અને બીજેપી સાંસદ ઓપી શર્માને બચાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. આમ સંસદમાં ગઇકાલનો આખો દિવસ હંગામા ભર્યો રહ્યો હતો ત્યારે આજે પણ આ મુદ્દાઓ ફરી ઉછડે તેવી શક્યા છે.

You might also like